Ajay Duryodhannu Mahabharat


Ajay Duryodhannu Mahabharat

Rs 600.00


Product Code: 16430
Author: Anand Neelakantan
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 296
Binding: Soft
ISBN: 9789351226413

Quantity

we ship worldwide including United States

Ajay Duryodhannu Mahabharat By Anand Neelakantan

અજય દુર્યોધનનું મહાભારત લેખક આનંદ નીલકંઠન - Roll of the Dice in Gujarati

આ પુસ્તકમાં ખલનાયક દુર્યોધનનો નહીં,પણ એનામાં ઉન્નત મસ્તકે રહેલા સુયોધનનો પરિચય થશે.કુરુક્ષેત્રમાં જેનો ઘોર પરાજય થયો,એ,દુર્યોધનને લેખકે અહીં 'અજય' કહ્યો છે,જેનો કોઈ પરાજય ન કરી શકે.

તમે દુર્યોધનને ઓળખો છો?

કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારી પુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસાર ના તમામ દુર્ગુણ અને અધર્મ ના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો…ખરું ને? યુધિષ્ઠિર સાથે જુગારમાં છળકપટ શકુનિએ કર્યું; ભરી સભામાં દ્રૌપદીનાં ચીર દુ:શાસને ખેંચ્યા. મહાભારતની કથામાં અનેક લોકોએ અનેક ખોટાં કામ કર્યા છે, પણ સદીઓથી મહાભારતની કથા કહેતા, સાંભળતા આવેલા તમામ લોકોએ, બધાય પાપનો બોજ દુર્યોધનના શિરે જ નાખ્યો છે ને? પરંતુ આ પુસ્તકનાં પૃષ્ઠો પર તમને એ હજારો વર્ષના બોજથી ઝૂકી ગયેલા ખલનાયક દુર્યોધનનો નહીં, પણ એનામાં ઉન્નત મસ્તકે રહેલા સુયોધનનો પરિચય થશે. કુરુક્ષેત્રમાં જેનો ઘોર પરાજય થયો, એ દુર્યોધનને લેખકે અહીં ‘અજય’ કહ્યો છે, જેનો કોઈ પરાજય ન કરી શકે. શું કામ ? આ જાણવા માટે તમારે સુયોધનની દૃષ્ટિએ જોવાયેલું લખાયેલું આ મહાભારત વાંચવું પડશે. - દુર્યોધનનું મહાભારત. વર્ષોથી મહાભારત પાંડવોની જયગાથા તરીકે વંચાયું છે. હવે સાંભળો દુર્યોધનની અજયકથા! શક્ય છે કે, આજ પછી જય-પરાજય, ધર્મ-અધર્મના તમારાં પરંપરાગત પરિમાણો પણ બદલાઈ જાય !


There have been no reviews