Aaina Ma Janamtip

Aaina Ma Janamtip by Kajal Oza Vaidya | Gujarati Novel book.આયના માં જન્મટીપ - લેખક : કાજલ ઓઝા વૈદ્ય ડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે. ડૉ. શ્યામા એ દર્દીને બચાવે છે... અને ત્યાંથી શરૂ થાય છે એક રહસ્ય, રોમાંચથી ભરપૂર અને હિંસક પ્રેમકથા. પ્રેમકથા અને પરીકથાનો અંત એક જેવો ન હોઈ શકે. આ પ્રેમકથા એક લોહિયાળ રાતથી શરૂ થાય છે, અને અંતે ત્યાં જ પૂરી થાય છે. |