Sweden Sonanu Pinjar


Sweden Sonanu Pinjar

Rs 270.00


Product Code: 4305
Author: Harkisan Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9788177909036

Quantity

we ship worldwide including United States

Sweden Sonanu Pinjar by Harkisan Mehta

સ્વીડન એક સોનાનું પિંજર : સ્વીડન જાવ છો? ત્યાં વળી શું જોવાનું છે? પરદેશ ના પ્રવાસે જવું હોય તો અમેરિકા-ઇંગ્લેન્ડ જાવને .......
૧૯૮૧ ના જુનમાં સ્ટોકહોમમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ક્રાઈમ રાઈતર્સ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પહેલવહેલી વાર વિદેશ જવાનો યોગ થયો ત્યારે આવા પ્રતિભાવ સાંભળવા મળ્યા હતા.
ટ્રાવેલ એજન્ટોની આંગળીએ વિશ્વપ્રવાસે જનારાઓને કોઈએ સ્વીડન તરફ આંગળી ચીંધી નહોતી કારણ કે જગતના નકશામાં સ્કેડેનેવિયન દેશો ખૂણામાં પડી જાય છે.આવા સ્વીડનનો એક પખવાડિયાનો પ્રવાસ ખેડીને ‘ચિત્રલેખા’ માં ‘સ્વીડન : સોનાનું પિંજર’ લેખમાળા પ્રગટ કરી ત્યારે વાચકોના જે પ્રતિભાવ આવ્યા તેનાથી હું પોતે પણ ચકિત થઇ ગયો હતો. જગતના નકશા પર આવો કોઈ દેશ છે ખરો? એવું આશ્ચર્ય વ્યક્ત થવા લાગ્યું. અરે, ધંધાર્થે અગાઉ એકબે વાર સ્વીડન જઈ આવેલાઓએ પણ ‘સ્વીડન’ ને અમે આવી રીતે જોયું નહોતું એવી કબુલાત કરી.
‘સ્વીડન : સોનાનું પિંજર’ વાંચનારમાંથી ઘણાએ ત્યાં જવા માટે, માર્ગદર્શન માંગતા પત્રો લખ્યા.આપણે રામરાજ્યની વાતો કરીએ છીએ ત્યારે જગતનો એક નાનો દેશ કલ્યાણરાજની દિશામાં કેવો આગળ ધપી રહ્યો છે,એની સિદ્ધિઓ તેમજ સમસ્યાઓ શું છે,ત્યાના પ્રગતિશીલ સમાજની ખૂબી-ખામીઓં કઈ કઈ છે એનો સંપૂર્ણ અભ્યાસ તો પંદર દિવસમાં શક્ય નહોતો એણે મારા પ્રવાસનો એ હેતુ પણ નહોતો, છતાં પ્રથમ મુલાકાતે સ્વીડને મારા મન પર જે છાપ પાડી તેને આ પ્રવાસકથામાં ઝીલવાનો પ્રયાસ કર્યો છે.

There have been no reviews