Shraddhathi Shikhar Jitnaara


Shraddhathi Shikhar Jitnaara

Rs 200.00


Product Code: 11287
Author: Doctor Sunita
Delivery: Generally dispatched 3 to 5 working days time.
Publication Year: 2013
Number of Pages: 136
Binding: Soft
ISBN: 9789351221487

Quantity

we ship worldwide including United States

શ્રદ્ધાથી શિખર જીતી વિશ્વને બદલનારા મહામાનવોની જીવનગાથાઓ.

વિશ્વમાં દરેક યુગમાં, દરેક કાળમાં એવા અદ્‍ભુત લોકો થઈ ગયા છે, જેમના અંતરમાં પોતાના દેશ, સમાજ તથા મનુષ્યોની શ્રેષ્ઠતાનું સ્વપ્ન હતું; જેના માટે કંઈ પણ કરી છૂટવાની ધૂન તેઓને સતત આગળ ધપવાની પ્રેરણા આપતી રહી. એવા લોકોમાં લેખકો, સંતો, સમાજ-સુધારકો, સ્વાતંત્ર્ય-સેનાનીઓ તથા નવીન શોધોમાં વ્યસ્ત વિજ્ઞાનીઓ - તમામ પ્રકારનાં વ્યક્તિત્વો હતાં. આ પુસ્તકમાં લેખકે ખૂબ જ ભાવપૂર્ણ રીતે ભારતના તથા વિશ્વના અન્ય દેશોના તે મહામાનવો અને તેજસ્વી મહિલાઓનાં આલેખન કર્યાં છે, જેમણે વિશ્વ તથા માનવતા માટે ભારે કષ્ટો હસીને સહ્યાં અને એવાં મહાન કાર્યોમાં લાગી રહ્યાં, જેનાથી મનુષ્યોને નવાં-નવાં લક્ષ્ય મળ્યાં. તેઓમાં પ્રેમચંદ તથા રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન લેખકો છે; તો જ્યોતિબા ફુલે, નારાયણ ગુરુ તથા મહર્ષિ કર્વે જેવા સમાજ-સુધારકો પણ ખરા; તેનજિંગ નોરગે, સ્કૉટ તથા લિવંગ્સ્ટન જેવા મુશ્કેલ સાહસો પર નીકળેલા સાહસવીરો છે, તો વળી રાઇટ બંધુઓ તથા એલયસિ હોવ જેવા ધૂની વિજ્ઞાની પણ ખરા. આ પુસ્તક દરેક ક્ષેત્રના વાચકો માટે ઉપયોગી સાબતિ થશે તેમજ તેઓને પોતાના જીવનમાં કોઈ મોટું કાર્ય કરવાની પ્રેરણા આપશે.


There have been no reviews