Shikshanni Sonography


Shikshanni Sonography

Rs 100.00


Market Price: Rs 120.00
Product Code: 4039
Author: Muni Udayvallabhvijay

Quantity

we ship worldwide including United States

Shikshanni Sonography by Muni Udayvallabhvijay

 
વર્તમાન શિક્ષણ પ્રક્રિયાને ટેબલ પર સુવડાવી તેની સોનોગ્રાફી કરી મુનિશ્રીએ તેના રિપોર્ટની ગંભીરતા છતી કર ઔષધ ઉપચાર બનાવ્યા છે.

આજનું આધુનિક શિક્ષણ સમાજમાં સંવેદનહીન શિક્ષિતોની ફોજ ભેટ ધરે છે. જ્ઞાન એવું હોવું જોઇએ કે અંદર અને બહરના અંધકારમાંથી પરમ તેજ તરફ લઇ જાય. કેરેકટર વગરની કેરિયરને ધારણ કરનારો બે પરવા છે. માત્ર માહિતીની પ્રધાનતા હંમેશા શુષ્કતા સર્જે છે. શિક્ષણ મૂલ્ય નિષ્ઠ હોવું જોઇએ.

આજનું બાળક પોષકતત્વની ઉણપ અનુભવે છે. શિક્ષણ માતૃભાષામાં હોવું જોઇએ સાથે માતૃવાત્સલ્ય શિક્ષ્ણના અદયયનની જેમ શિક્ષણમાં ઉંમર પણ બાળકના વિકાસનું અંગ છે. બુધ્ધિનો કુદરતી અને સર્જનાત્મક વિકાસ થવો જોઇએ. મૌલિક વિચાર સાધનાર આજે પણ ઓછા છે.

આજે પરીક્ષાના આધારે ડીગ્રી અને ડીગ્રીના આધારે આજીવિકા મળે છે. આજની શિક્ષણ સંસ્થાઓ પાસે ઉદ્યાનની સર્જનાત્મકતા કે મહેક નથી. ત્યાં તો ભ્રષ્ટાચાર અને અસભ્યતાનું પ્રદુષિત વાતાવરણ છે.

શિક્ષક અને વિધ્યાર્થીઓ વચ્ચે શિક્ષકની ગરીમાં અને વિધ્યાર્થીઓની પાત્રતા ઓસરી ગઇ છે. ભણતરની સાથે ગણતર અને શિક્ષણની સાથે સંસ્કરણ કરવાનું કામ શિક્ષકનું છે. શિક્ષક નિષ્ઠાવાન હોય તો મૂલ્યનિષ્ઠ સમાજની રચના થાય.

બાળકએ માબાપની ' રિયલ એસ્ટેટ' છે. તેની માવજત અને પાયાના સંસ્કારો સિંચવાનું કર્તવ્ય માબાપનું છે. બાળકોને વિલાસી વાયરો નડે નહીં અને સંસ્કારોનું સ્વેટર મળે તેની અગમચેતી વાપરવી રહી. ઘરમાં દાદા દાદી વડીલોની સાર સંભાળ લેવાતી હોય તો ઘરમાં જ મૂલ્યવાળું શિક્ષણ મળતું રહે. નિંદામણ થતું રહે તો બાળક કુટેવમાંથી બચી શકે.

૧. અંગ્રેજી ભાષા શીખવી અને સમગ્ર શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં લેવું તે બે વચ્ચે ઘણો ફરક છે.

૨.માતાનો ખોળો બાળકમાટે ઇન્ટેન્સિવ કેર યુનિટ છે.

There have been no reviews