Vigyan Vishwa


Vigyan Vishwa

Rs 500.00


Product Code: 18103
Author: Rahul Bhole
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 232
Binding: Soft
ISBN: 9789390298242

Quantity

we ship worldwide including United States

Vigyan Vishwa by Rahul Bhole | Science book in Gujarati | Gujarati science articles book teaches you that science is not a `boring 'subject. Science is the vision of looking at life, understanding nature, and peeking into astonishing events with logic.

વિજ્ઞાન વિશ્વ - લેખક : રાહુલ ભોળે 

                     યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો સ્કૂલ-કૉલેજમાં ભણ્યા હશો, પણ આ ધૂની મગજના ન્યુટને એક પ્રયોગ કરવા પોતાની જ આંખમાં સોય ઘોંચી દીધી હતી તે વાત પણ તમને ક્યાંય વાંચવા-જાણવા નહીં મળી હોય.
                      આ પુસ્તક બોરિંગ અને જટિલ લાગતા વિજ્ઞાનને રસપ્રદ અંદાજમાં રજુ કરે છે. વિજ્ઞાનની પાછલી બારીથી અચરજ પમાડતી, રોમાંચ જન્માવતી અને વિજ્ઞાન મટી, રોચક સત્યકથાઓની સાથે સાથે અગાઉ ક્યારેય ન વાંચી હોય તેવી Exclusive માહિતીઓ અહીં મૂકાઈ છે.જ્યારે એક તરફ વિજ્ઞાનના વીરો તરફ આદર જન્મે તેવા સાયન્સ હિરોઝની આજ સુધી નહીં કહેવાયેલી વાતો અહીં છે તો બીજી તરફ વિજ્ઞાનના બંધ બારણે ચાલતા કાવા-દાવા, વેર, મહત્ત્વકાંક્ષા, પીડા, બલિદાન, મર્ડર, ઈર્ષ્યા, ચોરી અને કૌભાંડોથી ભરપૂર સત્યકથાઓ પણ છે.
                    સ્ક્રીનપ્લે રાઇટર અને ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળેની કલમે લખાયેલી આ સત્યકથાઓ Wikipedia કે Google પર પણ ન મળે તેવી દુર્લભ છે અને વિજ્ઞાન મટી, એક થ્રિલીંગ મનોરંજક પટકથા વાંચી રહ્યા હો, તેવી શૈલીમાં રજૂ કરાઈ છે. વિશ્વાસ ન હોય તો પુસ્તકનું કોઈ પણ પ્રકરણ વાંચી જુઓ, પછી તમે જાતે જ કહેશો કે બાકી બધી વાતો પછી, પહેલાં સાયન્સ પ્લીઝ!


There have been no reviews