The Raambai


The Raambai

Rs 650.00


Product Code: 18021
Author: Jitesh Donga
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 352
Binding: Soft
ISBN: 9789386669339

Quantity

we ship worldwide including United States

The Raambai by Jitesh Donga | Novel book by Jitesh Donga | Based on a true story from the author of "Vishwa Manav" & "North Pole"

ધ રામબાઈ - લેખક : જીતેશ દોંગા 

પુસ્તક વિષે :

 ૧) ‘ધ રામબાઈ એક સત્ય-વાર્તા છે. યાત્રા છે. ઘટના છે. તમે જે વાંચવા જઈ રહ્યા છો એ બધું જ આ વિશ્વમાં એક વાર બનેલું છે. જિવાયેલું છે.
નવલકથાના અંતમાં “Epilogue: વાર્તા પાછળની વાર્તા” નામના વિભાગમાં વાસ્તવિક ઘટના - પાત્રો - સ્થળો વિશે બધું જ લખ્યું છે. અમુક વાસ્તવિક ફોટો મૂક્યા છે. છતાં, આપને આગ્રહ કરીશ કે પહેલાં આખી નવલકથા વાંચી લેવી. નવલકથાને અંતે ‘સમાપ્ત’ શબ્દ પછી જે કશું પણ લખેલું છે એ બધું જ Spoilers ગણવું. અગાઉથી ન વાંચવું.

૨) રામબાઈ સાથે જીવજો. એ ધીમી પડે ત્યાં ધીમા પડજો. હાફે તો હાંફી લેજો. ક્યાંક આંસુડું આવે તો રડી લેજો. હસી લેજો. આ દરિયાથી ડરવું નહીં. ડૂબી જવું. જો તમે પાત્રની આખોથી કુદરત, જગત, કલ્પનાઓ, અને ખુદને જોઈ શક્યા તો મને વિશ્વાસ છે કે અંત સુધીમાં રામબાઈ તમને અંદર-બહારની અનોખી સફર કરાવશે.

૩) જો શક્ય હોય તો તમે જ્યાં કુદરતને ભાળતા હો એવી જગ્યાએ બેસીને એકાંતમાં વાંચજો. મેં પણ વાદળાં, વૃક્ષો, અને સૂરજના સાંનિધ્યમાં મારા ઘરની બાલ્કનીમાં બેસીને સંપૂર્ણ એકાંતમાં આ વાર્તા ત્રણ વર્ષ સુધી લખેલી છે. આ ઊંડાણથી વાંચવાની અને ધીમે-ધીમે જીવવાની વાર્તા છે. શક્ય હોય તો વાંચતી વખતે ઇન્ટરનેટ કે મોબાઇલને દૂર રાખજો.

૪) મારી અગાઉની નવલકથાના વાચકો માટે: “ધ રામબાઈમાં ‘વિશ્વમાનવ'ની જનની બળવાખોરી નથી કે નૉર્થ પોલ જેવી અથાક આત્મખોજ નથી. અહીં આપણી સૌની સફર, ઉડાન, અને મંજિલ અલગ છે. અહીં આપણું સૌનું આકાશ અલગ છે. “ધ રામબાઈ'ના અણુ-પરમાણુ નોખા છે. આ પોતે જ આખું યુનિવર્સ છે.

૫) નવલકથા લખતી વખતે હું હંમેશાં Instrumental music સાંભળું. વાંસળી, પિયાનો, ગિટાર વગેરે. આ મ્યુઝિકના મહાસાગરમાંથી મને અમુક એવાં મોતી મળ્યાં છે જેને આ નવલકથા વાંચતી વખતે તમે સાંભળશો તો પાત્રોની જિંદગીને એક અલગ ઊંડાણ અને ઊંચાઈથી અનુભવી શકશો. જો વાંચવાનું અને મ્યુઝિક સાંભળવાનું (છતાં ઇન્ટરનેટથી દૂર રહેવાનું) તમને કોઠે પડે તો નવલકથાના દરેક ભાગની આગળ એક QR Code આપેલો છે. એને સ્કેન કરીને સાંભળી શકાશે. ઉપરાંત મારી વેબસાઇટ jiteshdonga.com પર પણ ‘ધ રામબાઈ” વિભાગમાં આ મ્યુઝિક મળી જશો. આર્ટિસ્ટ મુજબ Ludovico Einaudi, Estas Tonne અને Hans Zimmer આ ત્રણનાં મ્યુઝિક જ અહીં લેવાયાં છે.
બસ.... તો પછી ચાલો ઊપડીએ “ધ રામબાઈ'ની સફરે.
- Jitesh Donga


There have been no reviews