Shrimad Bhagwat Rahasya (Dongre Maharaj)


Shrimad Bhagwat Rahasya (Dongre Maharaj)

Rs 2190.00


Product Code: 16215
Author: Dongre Maharaj
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2020
Number of Pages: 1150
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Shrimad Bhagwat Rahasya (Gujarati) By Dongre Maharaj | Shrimad Bhagvat Katha by Dongre Maharaj in Gujarati.

શ્રીમદ ભાગવત રહસ્ય (ગુજરાતી) લેખક ડોંગરે મહારાજ 

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની અનેક ભાગવત સપ્તાહોનું સંકલન કરી તૈયાર કરેલ ગ્રંથ ( રામાયણ તેમજ ગોપી-ગીતની કથા સાથે)

'ભાગવતજી' એ સાક્ષાત શ્રીકૃષ્ણનું વાડ્મય સ્વરૂપ  છે .સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે . નારદજીએ વેદવ્યાસને કહ્યું છે અને વેદ વ્યાસે તેમના પુત્ર શુકદેવજીને કહ્યું છે .શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા કહી છે.પરીક્ષિતના મોક્ષાર્થે ,પરીક્ષિતને પરબ્રહ્મના દર્શન કરાવવા જે કથા શુકદેવજી દ્વારા કહેવામાં આવી તે જ શ્રીમદ્દ ભાગવત - સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પંડિત ડોંગરેજી મહારાજ સારા કથાકાર હોવાની સાથે સંત પણ હતા. તેમનું મન બાળક જેવું નિર્લેપ અને નિર્મોહી હતું. કરુણા, સેવા, દયા અને પ્રેમભાવની ર્મૂિત એવા ડોંગરેજી મહારાજની વાણીમાં એવો પ્રભાવ હતો કે સાંભળનારને કૃષ્ણની મધુરી મોરલી સાંભળ્યાની અનુભૂતિ થતી.
ડોંગરેજી મહારાજનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દૌર શહેરમાં ફાગણ સુદ ત્રીજના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે અને માતાનું નામ કમલાવતી હતું. તેમણે પાંચમા ધોરણ સુધી વડોદરામાં અભ્યાસ કર્યો હતો અને પૂનામાં વેદ દર્શન અને ઉપનિષદનો ગહન અભ્યાસ કર્યો. તેમણે જ્ઞાન વેદાંગની બનારસમાં ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓએ કાશીમાં રહીને કર્મકાંડનો અભ્યાસ કર્યો અને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય પણ કર્યો. જોકે આવા કાર્યમાં તેમનું મન નહોતું લાગતું. કથાકાર નરસિંહ શાસ્ત્રીની મુલાકાતથી તેમના જીવનને યોગ્ય દિશા મળી ગઇ. એક વાર તેમણે વડોદરામાં નરસિંહ શાસ્ત્રીની ભાગવત કથા સાંભળી અને તેમણે કથાકાર બનવાની મનમાં ગાંઠ વાળી લીધી. તેમણે ઈ.સ. ૧૯૪૯માં વડોદરામાં પહેલી વાર મરાઠી ભાષામાં કથા કરી. ત્યારબાદ અનેક સ્થળોએ તેમની અમૃત વાણીનો સૌને લાભ આપ્યો.
ડોંગરેજી મહારાજનું વ્યક્તિત્વ મોહ-માયાથી પર હતું. તેમને સાંસારિક મોહ-માયાનાં બંધન ક્યારેય આકર્ષી ન શક્યાં. તેઓ કહેતાં કે "માયા તો મનુષ્યને મારે છે. આધ્યાત્મિક માર્ગની મોટી અડચણ મોહ-માયા છે. તેને ત્યજીને જ મનુષ્ય આત્મઉન્નતિના માર્ગે આગળ વધી શકે છે અને સાત્ત્વિક, આત્મિક શાશ્વત સુખ પામી શકે છે." તેમની વાણી અને વ્યવહારમાં એકરૂપતા જોવા મળતી. તેઓ જેવું કહેતાં તેવું જ આચરણમાં કરતા. તેમનું મન સાંસારિક ભોગવિલાસમાં ક્યારેય નહોતું રાચતું, પણ પરિવારના હઠાગ્રહને લીધે તેમણે પેટલાદના પરશુરામની પુત્રી સીતાદેવી સાથે લગ્ન કર્યાં, પણ ચોવીસ વર્ષના લગ્નજીવનમાં તેમણે બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું. સીતા દેવી પણ બાપા જલારામનાં પત્ની વીરબાઇમાની જેમ પરમ વૈરાગી અને નિર્મોહી જીવ હતાં. તેઓ ડોંગરેજી મહારાજની જેમ શ્રીકૃષ્ણનાં પરમ ભક્ત હતાં. તેઓ વીણાવાદન સાથે કૃષ્ણપદો ગાતાં ત્યારે ખુદ  ડોંગરેજી મહારાજ વીણાના સૂર સાથે ભક્તિરસમાં તરબતર થઇ જતાં. તેમનું ભક્તિમય દાંપત્યજીવન સાંસારિક લોકોને ધર્મપરાયણ બનાવવાની પ્રેરણા આપી જતું.
તેમનો કૃષ્ણપ્રેમ તેમની કથામાં પ્રતિબિંબિત થયા વગર ન રહેતો. ક્યારેક તો તેઓ કૃષ્ણની વાત કરતાં કરતાં ચાલુ કથાએ જ રડી પડતા. તેમનું કૃષ્ણ ભગવાન પ્રત્યેનું એવું તાદાત્મય હતું કે તેઓ જે કૃષ્ણલીલાનું વર્ણન કરતાં ત્યારે સાંભળનારને એવું થતું કે જાણે તેઓ આબેહૂબ જોયેલ દૃશ્યનું વર્ણન કરે છે. તેમની છેલ્લી કથા માલસરમાં યોજાઇ હતી ત્યારબાદ કારતક વદ છઠ્ઠના દિવસે તેમણે નશ્વર દેહ છોડયો અને તેમની ઇચ્છા પ્રમાણે તેમને સમાધિ આપવામાં આવી. આજે ડોંગરેજી મહારાજ તો નથી પણ તેમનો ભાગવત વાણીનો પ્રવાહ હંમેશાં લોકોની સ્મૃતિમાં અંકિત રહેશે.

There have been no reviews