Shri Krishna Ekavan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shri Krishna Ekavan by Viral Vaishnav | Gujarati book about 51 moral life incidents of Lord Krishna.શ્રી કૃષ્ણ એકાવન - લેખક : વિરલ વૈષ્ણવભગવાન શ્રી કૃષ્ણ ના ૫૧ પાવક પ્રસંગો. કૃષ્ણની કથાઓ કોઈપણને આકર્ષે તેવી મેઘધનુષી છે. મોહનની મોહિની એવી છે કે એમના જીવનના પ્રસંગો આપણે જાણતા હોઈએ, તો પણ વાંચવા કે સાંભળવા ગમે, વારંવાર વાંચીએ કે સાંભળીએ તો પણ નિત્યનવીન લાગે. આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનના 51 પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઈપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ભગવાન શ્રીકૃષ્ણના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસંગો એ રીતે રજૂ કરવામાં આવ્યા છે કે મોટાભાગની વાર્તાઓ બાળકોને પણ વાંચીને સંભળાવી શકાય. નવી પેઢીને કૃષ્ણ વિશે વાર્તાઓ કહેવી હોય તો આપણી યાદશક્તિમાં જેટલી સચવાયેલી હોય તેટલી જ વાતો કહી શકીએ, જ્યારે આ પુસ્તક બાળકોને કૃષ્ણજીવનનાં પ્રસંગો વર્ણવવા માટે હાથવગું બની રહે તેમ છે. પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં પરાક્રમો અને લીલાઓ છે સાથે ઉપદેશ પણ વાર્તાના ભાગરૂપે જ એકદમ સરળતાથી વણી લેવામાં આવ્યો છે. પુસ્તકને શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનાં ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે.. |