Shivanveshanam
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shivanveshanam by Parth Prajapati | A Spiritual and Philosophical Journey into Lord Shiva's Consciousness.શિવન્વેષણમ્ - લેખક : પાર્થ પ્રજાપતિપરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ 'અનંત' છે. પરંતુ એક ગહન સત્ય એ છે કે આ સમગ્ર સૃષ્ટિ અને તેમાં રહેલું પ્રત્યેક ચેતનઅચેતન તત્ત્વ ક્યારેય પૂર્ણ નથી. પૂર્ણતા માત્ર એક ભ્રમ છે. આ શિવન્વેષણમ્ એક વીરની ગાથા છે, જે પોતાની આ અપૂર્ણતાઓને પૂર્ણ કરવા માટે મહાદેવની શોધમાં નીકળી ગયો છે. આ શિવજીની શોધ, હવન, પૂજા કે તપસ્યા દ્વારા નથી, આ શિવયાત્રા અનંત આત્માની છે, આ નશ્વર શરીર સાથે. આ અદ્ભુત યાત્રા છે આધુનિક કળિયુગથી ભારતના પ્રાચીન યુગો સુધી, જેમાં એ વીર, અનેક મહાત્માઓને મળે છે અને ધીરે ધીરે તેની અંદરની એ અપૂર્ણતાઓને પૂર્ણ થતા અનુભવે છે. આ અનંતના ભ્રમિત અંતમાં તે આદિ-અનાદી એ શિવશંકરને મળે છે, જે પ્રત્યેક લોકમાં પૂર્ણ છે. એ શંભુ સાથેના વાર્તાલાપમાં વીર પોતાને હવે સંપૂર્ણ અનુભવી રહ્યો હતો.પરંતુ શું આ અનુભવ સત્ય હતો કે માત્ર મિથ્યા? શિવને પ્રાપ્ત કર્યા પછી પણ શું તે વીર સદાકાળ માટે પૂર્ણ રહ્યો હશે, કે એ માત્ર એક ક્ષણિક અનુભૂતિ હતી? શું છે આ અનંત ? શું સાચે જ અનંત હોવું એ પૂર્ણતા છે કે અપૂર્ણતાની પરાકાષ્ઠા? આ ગાથા એ પ્રત્યેક જીવની છે, જે આ જ અનંતદોડમાં ભાગી રહ્યો છે, જે મરણોપરાંત પણ ચાલતી જ રહે છે, અને જેના અંતનું કોઈ અસ્તિત્વ નથી. |





