Shakti Charitra


Shakti Charitra

Rs 300.00


Product Code: 19203
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 124
Binding: Soft
ISBN: 9788119644834

Quantity

we ship worldwide including United States

Shakti Charitra by Rasikba Kesariya | Life story of Charan Jagdamba

શક્તિ ચરિત્ર - લેખક : રસિકબા કેસરિયા 

          ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે.

       ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોવાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી બની. એવું તો એમણે શું કર્યું હતું કે સમાજે તેમને આદ્યસ્થાન આપ્યું? જ્યારે જ્યારે સમાજમાં અનિષ્ટોએ પોતાની આસુરી તાકાત દેખાડી ત્યારે સમાજના હિતોના રક્ષણ માટે તેમણે બીડું ઝડપ્યું છે.

     જ્યારે શક્તિ મહિસાસુરનું મર્દન કરે ત્યારે મહિસાસુરમર્દિની અને ચંડ-મુંડનો સંહાર કરે ત્યારે ચામુંડા બને અને સમાજને અસુરોથી બચાવે. ત્યાર પછી અસુરોનું મર્દન બંધ થયું નથી, પણ એ શક્તિનું રૂપ, એનું ખોળિયું, એનું નામ બદલાય છે. એ મહાશક્તિ ચારણોના ફળિયે વખતોવખત જન્મી અસુરોનો સંહાર કરે જ રાખે છે. સમાજમાં વ્યાપેલાં કુરિવાજો, આંતરિક વૈમનસ્યો, કુસંપ આ પણ સમાજમાં વ્યાપેલો અસુરો જ છે. આવા સમયે આઈપરંપરાનો ઊજળો વારસો ભાગીરથીનાં નીરની જેમ સતત વહેતો રહ્યો છે.

       અહીં કુ. રસિકબા કેસરિવાએ આઈ આવડથી આઈ સોનબાઈ સુધીનાં વીસ શક્તિચરિત્રોમાં સતત વિધર્મીઓ સામે સમાજને 
એક કરી ઉપદેશાત્મક વાતો જ નહીં પણ પ્રત્યક્ષ રીતે યુદ્ધભૂમિમાં વૃદ્ધનિર્દેશનનું કાર્ય કર્યું છે. આઈ જગદંબાઓના પરચાનો પ્રત્યક્ષ અનુભવ કરવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.


There have been no reviews