Sant Kavi Nishkulanand Nu Jivandarshan


Sant Kavi Nishkulanand Nu Jivandarshan

Rs 1150.00


Product Code: 18144
Author: Pratibha Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 544
Binding: Soft
ISBN: 9789390298983

Quantity

we ship worldwide including United States

Sant Kavi Nishkulanand Nu Jivandarshan by Pratibha Dave | Biography of Kavi Nishkulanand | Gujarati book about Swami Narayan Lila Charitra

સંત કવિ નિષ્કુળાનંદ નું જીવન દર્શન - લેખક : પ્રતિભા દવે

‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ બુદ્ધિ તરફથી ગ્રીન સિગ્નલ મળે તો જ એને જીવનમાં અને કવનમાં ઉતારે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રોથી પ્રભાવિત થયેલ નિષ્કુળાનંદ પોતાની આંતર્સ્ફુરિત ઊર્મિને સતત વાચા આપતાં રહ્યાં છે. ‘ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાં રે, ખરી કરાવી છે ખાટ્ય’ : વ્યાપારના નફાખોટની ભાષામાં ઇષ્ટદેવના કાર્યને બિરદાવ્યું છે. જાણે મુમુક્ષુની આધ્યાત્મિક બૅન્કની પાસબુકમાંથી ખોટ્યની entry withdraw કરી નાખી અને પુરુષોત્તમ પ્રાપ્તિના આનંદને deposit કરી દીધો!

સંત કવિ નિષ્કુળાનંદના તમામ સર્જનમાં સૌરાષ્ટ્રની બોલીનો શ્વાસ ધબકે છે. તેમની ચિંતનાત્મક પંક્તિઓમાં જ્ઞાનની સરવાણી વહે છે. તેમની કૃતિઓમાં સૌરાષ્ટ્રની લોકબોલીના રૂઢિપ્રયોગોનો જાણે ભંડાર ભર્યો છે! નિષ્કુળાનંદે ક્યારેક વ્યતિરેક અલંકારમાં શ્રીજીમહારાજની સર્વોપરિતાને દર્શાવવા

વર્ષાઋતુની હેલી પસંદ કરી છેઃ ‘અષાડિ મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ’ તો શ્રીજીમહારાજે સમાજના નાતજાતના ભેદ પર પણ ચોકડી મારી દીધી એનો ગર્વ ‘દુરબળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત કુજાત્ય’ પંક્તિમાં રજૂ કર્યો છે. દરેક કૃતિના અંતે શિરમોર સમી આનંદોર્મિથી છલકાતી પંક્તિઓનું માધુર્ય અને તેની ખૂબસૂરતી લાજવાબ છે. અસ્તુ!


There have been no reviews