Nagvansh Na Yoddhao Part 1
Nagvansh Na Yoddhao Bhag 1 by Akshat Gupta | Gokul nu Yuddh | Gujarati novel book.નાગવંશના યોદ્ધાઓ ભાગ 1 - લેખક : અક્ષત ગુપ્તાદીર્ઘદષ્ટિથી આપણા પૂર્વજોએ નાગા સાધુઓની સ્થાપના કરી - ધર્મની રક્ષા માટેના યોદ્ધાઓ, જેમને આદિ ગુરુ શંકરાચાર્યે આઠમી સદીમાં ધર્મના રક્ષક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. આ શિવભક્તો અડગ ઊભા રહ્યા છે, નિઃસ્વાર્થ જીવન જીવીને નિર્ભયતાથી લડતા આવ્યા છે. સદીઓથી તેઓ વીરગતિ પામતા આવ્યા છે. ધર્મ અને મંદિરોની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન હોમતા રહ્યા છે. સન ૧૭૫૭માં, ૧૧૧ નાગા સાધુઓએ તેમના ભગવાનોની પ્રતિમાઓનાં શસ્રો ધારણ કર્યા હતાં. શિવની ભક્તિથી પ્રેરાઈને, તેઓ ગોકુળનાં મંદિરોની રક્ષા માટે અજય સાહસ વડે સજ્જ થયા હતા. અજા નામના એક નિર્ભય નાગા યોદ્ધાના નેતૃત્વ હેઠળ તેઓ ૪૦૦૦ અફઘાન સૈનિકો સામે અવિનાશી દીવાલ બનીને ઊભા રહ્યા હતા. આ સેનામાં ૨૦૦ અશ્વસવાર, ૧૦૦ ઊંટસવાર અને ૨૦ તોપો પણ સામેલ હતાં. આ ક્રૂર અફવાન સેનાનો આગેવાન સરદાર ખાન હતો, જે સમ્રાટ અહમદ શાહ અબ્દાલીનો સૌથી નિર્દયી સરદાર હતો. તે ભારતના ઇતિહાસમાં મંદિરોના ધ્વંસ અને નરસંહાર માટે કુખ્યાત થયો હતો. આ યુદ્ધ હજુ ચાલુ જ છે. એ નાગા યોદ્ધાઓની સાહસ, દંઢતા અને પ્રતિબદ્ધતાના પરિણામે શક્ય બન્યું છે. માનવની અંદર રહેલા દાનવ સામે આ શિવભક્તોનો સંઘર્ષ છે. આ ગોકુળનું યુદ્ધ છે. |





