Mukho Mukh


Mukho Mukh

Rs 450.00


Product Code: 19468
Author: Udayan Thakkar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 180
Binding: soft
ISBN: 9789361972133

Quantity

we ship worldwide including United States

Mukho Mukh by Udayan Thakkar | Gujarati Poem book.

મુખોમુખ - લેખક : ઉદયન ઠક્કર 

કવિતા સાથે મો.-મેળાપ. 

                   તે જુગલબંધી' અમને અનેરો આસ્વાદ આપી ગઇ છે. અમસ્તા, એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાધસામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી... અહીં તમારી ચેતનાનું responding છે. જે રસપ્રદ છે... તમે બધું મજાથી/આનંદથી કહ્યું છે. બધે તમારી ચેતનાનાં જે સ્પંદનો પ્રકટ થયાં છે, તેમાં તમારા આનંદના સંકતો છે.... સળંગ પુસ્તકો વાંચી શકવા માટે પણ ધીરજ જોઈએ. “જુગલબંધી' બે-ત્રણ દિવસમાં સમય મળતાં વાંચી ગયો અને મજા જ આવી.

- લાભશંકર ઠાકર (પત્રમાંથી)

               જુગલબંધી'ના 34મા પાને પહોંચતાં પહોંચતાં મારી અધીરાઈનો અંત આવી ગયો અને આ પત્ર લખવા બેઠો... 
એક કવિ જ્યારે આસ્વાદક બનીને આવે ત્યારે આસ્વાદ જ કાવ્ય બની જાય એવા કવિ રમેશ પારેખના સંકેત સાથે કેવળ સહમતી જ નહીં બલકે નુસરત ફતેહઅલી ખાંની 'આફરી... આફરી..ગાઈને નાચી ઊઠવાનું મન થઇ જાય છે!... વાક્યે-વાક્યે રોકાયા વગર રહેવાય નહીં, 
શબ્દોના ગુચ્છ નર્યા ડહાપણના ભંડાર લાગે, કલ્પના-રૂપક-દૃષ્ટાંતો-માહિતીથી ભર્યાં ભર્યાં! લાગણીઓથી છલોછલા...આ અવતરણો આસ્વાદકના વિશાળ અભ્યાસ અને રસરુચિનાં દ્યોતક છે, જે સૌ કોઈમાં હોતાં નથી!... કવિતાને આવો મરમી તો જવલ્લે જ મળે! આફરી... આફરી... ઉદયનભાઈ, મારા ખરા હૃદયનાં અભિનંદન સ્વીકારશો. અદભુત સમજ છે કવિતાની આપને.

આપના આસ્વાદનો ઘેલો – નીરવ પટેલ. (પત્રમાંથી)


There have been no reviews