Maanva Jeva Manas
 Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Maanva Jeva Manas by Kanu Acharya માણવા જેવા માણસજુનાગઢના પીર અને ગરીબોના તકદીર મહેન્દ્ર મશરૂ, દરિયાદિલ ઊમરાવ રુશવા   મઝલુમી,કડકાઈથી ભરેલી પોલીસ વર્દીની નીચે છુપાયેલો લાગણીભીનો કવિ દફન વિસનગરી,   સુદામાઓને દોસ્ત બનાવતા આધુનિક કૃષ્ણ સરીખા કાન્તીભાઈ મહેતા, લોકોના સુખ પાછળ   સમૃધ્ધીના મીંડા મુકનારા પ્રવીણ બાપા, નશીલા ગળાના સ્વામી અને લોકપ્રહરી નારાયણ   સ્વામી, ગુજરાતની હોથલ પદમણી કહેવાતા શિવલાલ ઉપાધ્યાય, ગાંધી માર્ગે ચાલીને સમાજ   સુધારનાર વીર રામજીભાઈ વહોરા, ગુજરાતના મધર ટેરેસા અનુબેન, ગાંડા ઘેલાઓ માટે કામ   કરનારા વિમળાબેન સહીત 16 સાધુજીવની વાત આ પુસ્તક કહે છે.   ગુજરાતી ભાષામાં મેઘાણી વંશની કથાઓ કનુ આચાર્યે ફરીથી શરુ કરી છે, તેમ આ પુસ્તક   અંગેની મીમાંસા કરતાં પ્રખ્યાત લેખક યશવંત મહેતા કહે છે.  ગુજરાતી તરીકે ગૌરવ અનુભવતા દરેક ગુજરાતીએ આ પુસ્તક અનિવાર્યપણે વાંચવું જોઈએ.   --------------------------------------------  સમ ખાવા જેવો માણસ...  જુનાગઢના જાહેર રોડ પર એક માણસ પડ્યો પડ્યો કણસતો હતો. રાત્રે કોઈ આવીને એને   ઉતારી ગયેલું.માણસને રક્તપિત્ત થાય અને સ્વજનોના સ્નેહમાં એકાએક ભાગાકાર થઇ જાય,   ત્યારે ખબર પડે કે સ્નેહ અને પ્રેમ એ તો કેવળ જરૂરિયાત ઉપર ઊભા થયેલા તાણાવાણા   છે. આ માણસને આમ તો રક્તપિત્ત નહોતો, પણ એના માથામાં પાચ અને પરૂ જમ્યા કરતુ   હતું. અને બસો મીટર દુર આવતા માણસને નાક બંધ કરી દેવું પડે એવી અસહ્ય દુર્ગંધ મારે.   ફાળીયાવાળા હોય તો ફળિયાના છેડેથી નાક દબાવે. સ્ત્રી હોય તો સાડલો નાક માથે વીટી દે ને   ગજવામાં રૂમાલ હોય તો નાક પર દબાવીને યુવાન માણસ વયો જાય...  પેલો માણસ કણસે...જરાક ચીસ પાડે...પડખાં ફરે...પણ એમ કઈ માથાના ઘારાંમાં રહેલી ઈયળો  પોતે થોડી નાક દબાવીનેવઈ જાય...!  એક પછી એક લોકો બબડતા વયા જાય છે, ત્યાં સાયકલ ઉપર એક યુવાન આવતો હતો.   એના નાક પર પણ દુર્ગંધ અથડાઈ. આ શેની દુર્ગંધ આવતી હશે? એમ મન બબડયું અને   દુર્ગંધના લીટેલીટે એ યુવાન રોડ ઉપર પડેલા માણસ પાસે જઈને ઊભો રહ્યો. યુવાને સાયકલ   અટકાવી જોયું અને એનું હૈયું ચીરાઈ ગયું... આને માટે કોઈકે તો કંઈક કરવું જોઈએ, એવાં   શુભેચ્છાના વેણ પણ નીકળી જાય. સારા કામ કરવાનો બીજાને જ લાભ આપવો, અને આપણે   તો સારા વિચારો જ કરવા એમ માનીને તે યુવાન બેસી ના રહ્યો. તેણે તો સાયકલ સ્ટેન્ડ ઉપર   ચઢાવી, પેલા માણસ પાસે આવીને આડે પડખે પડેલા એને ઊભો કર્યો.  જુનાગઢ પાસે ચલાળા નામનું એક છે. ત્યાંના આ અજાણ્યા આદમીના માથામાં સફેદ ચોખા જેવી   અડધોક કિલો યાદ ઈયળ વીણીવીણીને એ યુવાને બહાર કાઢી. લોકો એને જૂનાગઢનો જીવતો પીર   કહે છે... ને આમ તો એનું લૌકિક નામ તો બહુ જાણીતું છે...મહેન્દ્ર મશરૂ.  (ગુજરાતના અજાણ્યા-નામના વિનાના સેવકોની દિલદ્રાવક કથાના પુસ્તક 'માણવા જેવા   માણસ'પુસ્તકનો એક અંશ.)  લેખક- કનુ આચાર્ય   પ્રકાશક- મેંગો બુક્સ, અમદાવાદ    | 





