Lok Sanskruti Ane Kalama Pashuo


Lok Sanskruti Ane Kalama Pashuo

Rs 2000.00


Product Code: 19230
Author: Joravarsinh Jadav
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 381
Binding: Soft
ISBN: 9789395880909

Quantity

we ship worldwide including United States

Lok Sanskruti Ane Kalama Pashuo by Joravarsinh Jadav | Gujarati literature book.

લોક સંસ્કૃતિ અને કલામાં પશુઓ - લેખક : જોરાવરસિંહ જાદવ.

લોકધરતીના પ્રાણના પમરાટનો અત્તરિયો શ્રી જોરાવરસિંહ જાદવ.

  જેમના મૂલ્યવાન સંશોધનગ્રંથ 'લોકજીવનના મોતી લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન નગરની ચુરુ (રાજસ્થાન) તરફથી ઝવેરચંદ મેઘાણી સુવર્ણચંદ્રક, બાળકો માટેના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક ‘આપણા કસબીઓ' માટે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ, નવી દિલ્હી તરફથી રૂ. ૧૦૦૦નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી લોકસાહિત્યના ક્ષેત્રે નવી કેડીઓ કંડારનાર લાડીલા લોકકલાવિદ્ શ્રી જોરાવરસિંહ જાદવના કાર્યની સુવાસ ગુજરાતમાં જ નહીં પણ દેશનાં વિધવિધ રાજ્યોમાં પ્રસરવા લાગી છે.

લોકસંસ્કૃતિ, લોકકળા અને લોકસાહિત્યના ક્ષેત્રે ઊંડી અભિરુચિ. નિષ્ણ સૂઝ અને વૈજ્ઞાનિક સમજ ધરાવતા ઓછાબોલા આ યુવાન લોકકથાવિનો જન્મ ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને આંટિયું નાખીને ઊભેલા ભાલપ્રદેશના ધંધુકા તાલુકાના આકરુ ગામના આગેવાન રાજપૂત-પરિવારમાં તા. ૧૦-૧-૪૦ના રોજ થયો હતો.

૧૯૬૩માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે ઉચ્ચ શ્રેણીમાં એમ.એ. થયેલા કસુંબલ રંગના આ કસબીસર્જક ગામડાની ધરતીની માટી સાથેની મહોબતને કારણે અભ્યાસક્રમ દરમિયાન જ લોકસંસ્કૃતિના સંશોધક બનવાના શમણામાં સરી પડયા સમવ મળતાં સૌરાષ્ટ્ર અને ભાલપ્રદેશના સીમાડા ઢંઢોળવા માંડવા પરિણામ સ્વરૂપે ૯૧ પ્રાણવાન પ્રકાશનો ગુજરાતી સાહિત્યને મળેલી તેમની અનુપમ ભેટ છે. આ કલાગ્રંથ તેમના સંશોધનગ્રંથોમાં શિરમોર સમો બની રહેશે. એ નિઃશંક છે. શ્રી જયમલ્લ પરમ, સાચું કહ્યું છે કે શ્રી જાદવે જીવનની ઊંચેરી ભેખડો પરથી લોકજીવનની તળપદી, નિરાળી ને રૂપાળી સંસ્કારસરિતામાં કોસિયા માર્યા છે. એમના જુવાન મુગ્ધ હૈવાની કટોરીમાં એ મસ્તાન જીવનું માધુર્વ થોળાવું છે. પાધુર્યની વિજતની ખુમારીમાં કલમ ઝબકોળી-ઝબકોળીને આ કલામંડિત અને મસ્ત જીવનનો ઘટનાપ્રવાહ આલેખ્યો છે. પોતે તો લોકસંસ્કૃતિને કેડે કદમો માંડનાર અલગારીઓ માંહેના એક છે. કલમના કસબી કરતાંવે વિશેષે તો લોકસંસ્કૃતિના પ્યાસી છે. લોકધરતીનો વહિવો નથી, પણ પ્રાણના પમરાટનો અત્તરિયો બનીને આવેલ છે.


There have been no reviews