Jivan Chitrana


Jivan Chitrana

Rs 1200.00


Product Code: 17463
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 204
Binding: Hard
ISBN: 9789353467548

Quantity

we ship worldwide including United States

Jivan Chitrana by Ashok Khant | Biography of Gujarat's popular paint portrait artists Shree Ashok Khant

જીવન ચિત્રણા - લેખક : અશોક ખાંટ -  સૌરાષ્ટ્ર ની લોક્સંસ્કૃતિક અને કલાને સમપિત ચિત્રકાર 

રાજકોટ જિલ્લાના નાના એવા ભાયાવદર ગામના પાટીદાર ખેડૂતના ખોરડે પૂર્વજન્મના કળા-સંસ્કાર લઈને જન્મેલાં ચિત્રકાર અશોક ખાંટ સ્વબળે વિશ્વના શ્રેષ્ઠ વાસ્તવિક ચિત્રણાના ચિત્રકારોમાં ગૌરવવંતું સ્થાન પામે, તેને હું ચિત્રકળા જગતની યાદગાર ઘટના ગણું છું. અમેરિકાની આઈ.સી.મી.ઈન્ક પ્રકાશન કંપનીએ ૬૩ દેશના વાસ્તવિક ચિત્રણાના શ્રેષ્ઠ ચિત્રકારોમાં શ્રી ખાંટનો સમાવેશ કર્યો છે. ને અશોક ખાંટ કાઠિયાવાડમાં જન્મ્યા, એ ધરતીની ધૂળમાં આળોટીને ઊછર્યા. એમણે પ્રકૃતિ અને ગ્રામ્યા પરિવેશનું આકંઠ પાન કર્યું, પરિણામે એમનાં ચિત્રો લોકજીવન અને લોકસંસ્કૃતિનું સાચુકલું દર્શન કરાવી, એક જુદું જ ભાવવિસ્વ રચી આપે છે. લોકજાતિઓનાં ઘરખોરડાં અને એની રૂપસજ્જા, બળદગાડાં તેમજ એનું રાચરચીલું, એનાં પશુ-પ્રાણીઓ અને શણગારો, વિવિધ જ્ઞાતિઓની ગ્રામ્ય નારીઓ, એનાં વસ્ત્રાલંકારોની વાસ્તવિક ચિત્રણાના ઉત્તમ કલાકાર તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. એમનાં માનવપાત્રો, કુદરતી દૃશ્યો કે વૉટર કલરનાં ચિત્રોમાં પારંપરિક કલાપદ્ધતિનો ભવ્યો#વલ પ્રવાહ વહેતો અનુભવાય છે. રંગ, રેખા અને છાયાપ્રકાશનાં અભુત સંયોજનો દ્વારા તેઓ કલાકૃતિને વાસ્તવિકતા અર્પે છે. એમની પીંછીનાં સ્પ સમગ્ર કૃતિ રસાનુભવની આગવી પરિપાટી રચી આપે છે. વૉટર કલર, ઑઈલ કલર, પેન અને ઈન્ક જેવાં પ્રત્યેક માધ્યમો પરનો તેમનો કાબૂ કાબિલેદાદ છે. ચિત્રકલાને જીવના સમર્પણ કરનાર ચિત્રકાર શ્રી અશોક ખાંટે ભારતભરની પ્રતિષ્ઠિત આર્ટ ગેલરીઓમાં ૪૨ ઉપરાંત ચિત્રપ્રદર્શનો યોજ્યાં, છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત આ કલાકારને વર્ષ ૨૦૧૨-૧૩માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’નું સન્માન પ્રાપ્ત થયું છે. એમનાં ચિત્રોને અનેક પારિતોષિકો એનાયત થયાં છે. ઇન્ટરનેટ પરના એમના બ્લિૉગને ‘આર્ટમેજર બેલ્જિયમ ઍવૉર્ડ' પણ પ્રાપ્ત થયેલ છે. શ્રી અશોક ખાંટના સચિત્ર, રૂપકડા અને ચિત્રકલા જગતમાં અનોખી ભાત ઉપસાવતા ગ્રંથ ‘જીવનચિત્રણા’ને આવકારતાં લોકકલાના યાત્રી તરીકે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આશા રાખું છું કે, આ ગ્રંથ નવા ઊગતા કલાકારોને પ્રેરણા પૂરી પાડનારો ગ્રંથ બની રહેશે.
- Shree Joravarsinh Jadhav

Birth & Educations : 
1959 – 2nd June, Bhayavadar, Dist: Rajkot, Gujarat 
1989 – Government Diploma In Art, Painting, Vallabh Vidyanagar 
1979 – Art Teachers Diploma, Vallabh Vidyanagar (Centre First)

Awards : 
2016 – Kalanand Art Contest – 2016, Prafulla Dahanukar Art Foundation Award, Mumbai 
2008 – Artmajeur Belgium Awards 2008, For : Http://Akhant.Wordpress.Com 
1993 – National Award By Maha Kaushal Kala Parisad, Raipur (M.P.) 
1992 – Painting Award By World Wide Fund For Nature- India ,Valsad Division 
1989, 1988 – Annual Exhibition Award By Kala Kendra Collage Of Fine Arts Vallabh Vidyanagar 
1989 – Sketching Award By Shri Bhaikaka Birth Centenary Celebrations, Vallabh Vidyanagar 
1987 – National Gold Medal By Amateur Artist Association.,Nalgonda (A.P.) 
1987 – Portrait Painting Award By Rotract Club, Nadiad 
1986 – National Youth Award By Handicapped Welfare Federation, New Delhi 
1984 – State Award By Gujarat State Lalit Kala Academy,Ganghinagar

Average Customer Rating:


1 Most useful customer reviews
ASHOK KHANT
Apr 1, 2019
નામાંકિત ચિત્રકાર અશોક ખાંટના પુસ્તક 'જીવનચિત્રણા' નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. વલ્લભવિદ્યાનગરના નામાંકિત ચિત્રકાર અશોક ખાંટના જીવન પર આધારિત અદ્દભુત પુસ્તક 'જીવનચિત્રણા' નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ 17 માર્ચના અમદાવાદના ગજ્જર હોલ ખાતે યોજાઇ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદ્મશ્રી કુમારપાળ દેસાઈ એ કહ્યું કે : “અશોકભાઈનું આ આખું પુસ્તક ‘જીવનચિત્રણા’ હું વાંચી ગયો અને મને ખુબ ગમ્યું. જુદા જ પ્રકારનું આ વિલક્ષણ અને લાક્ષણિક પુસ્તક વિશે જો હું નહીં કહું તો તેનો ઉઘાડ નહીં મળે. ભાયાવદરમા ખેત મજૂરી કરતા પરિવારનો આ પુત્ર બચપણમાં માત્ર ગરીબી કે આપત્તિઓ માત્ર નહીં, અપમાનો પણ સહન કરીને તે અશોક ખાંટ બને છે. તેમના ચિત્રો તો ઉત્તમ છે જ! આ પુસ્તકની પાછળ એક કલાકારનું હૃદય રહ્યુ છે, અને સાહિત્યમા એમનું જે લખાણ છે એ પણ ખાંટુ લખાણ છે. વળી ક્યાંય પણ અતિશયોક્તિ નથી. મારી દ્રષ્ટિએ આ એક વાસ્તવદર્શી સર્જક છે. આ પુસ્તકમા વ્યક્તિની આત્મકથા કે સ્મરણ કથા નથી, પરંતુ એક કલાકારની સંઘર્ષકથા અને સમર્પણગાથા છે. આંસુઓથી પોતાનું મુખ જે લોકો ધોવે છે એ જ તેજસ્વી બની શકે છે. મારે કહેવું જોઈએ કે અશોકભાઈએ પોતાના વ્યક્તિચિત્રને પોતાના શબ્દોમાં આલેખ્યુ છે, ત્યારે તેનો આત્મા અંદર રેડયો છે. વળી પુસ્તકમાં અશોક ખાંટ એક જગ્યાએ કહે છે કે મારું કલાકાર હોવું ગૌરવ તો છે જ, પરંતુ એ પણ સત્ય છે કે, જે ઊંચાઈઓ પામવા હું પાગલ થઈ જીવનભર મથતો રહ્યો, તેમ છતાં એ મહાન કલાકારોના રજમાત્ર જેટલું પણ હું નથી કરી શક્યો. પુન:જન્મનું ચક્ર જો સત્ય વાત હોય તો ફરી ફરીને મારે એક કલાકાર બની એ સૌંદર્યને પામવા ચિતરવું છે.” આ પ્રસંગે ચિત્રકારના ક્લાગુરુ સ્વ. શ્રી શરદ ચૌહાણ નું સ્મરણ કરી તેમની પુત્રી સ્વેતા ચૌહાણનું પણ અભિવાદન સૌમ્યા ખાંટ દ્વારા કરવામાં આવેલ. અને આ પુસ્તકની શ્રેષ્ઠ સમકાલીન ડિઝાઇન તૈયાર કરનાર કલાકારના કલાકાર પુત્ર નીરવ ખાંટ ને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. અશોકભાઈના જીવનને ચિત્રકાર તરીકે સાર્થક કરવામાં જીવનસાથી અને મિત્ર બની અનોખો સેવાયજ્ઞ કરનાર કલાકારના પત્ની હંસાબેનને પણ અશોકભાઈના હસ્તે હદયભીના અભિનંદન આપવામાં આવેલ. કલા, સાહિત્ય, ફિલ્મ, અને રંગમંચની વિશેષ હસ્તીઓની ઉપસ્થિતિ વચ્ચે જાણીતા ચિત્
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)