House Husband

House Husband by Ravi Ela Bhatt | Gujarati Short Stories book.હાઉસ હસબન્ડ - લેખક : રવિ ઇલા ભટ્ટકલ્પના ની ક્યારીમાં ઊગેલું વાસ્તવિક્તા નું વટવૃક્ષ.સમાજના આ સ્વીકારાયેલા અને સિદ્ધ થયા વગરના કાયદાથી વિપરીત કોઈ હસબન્ડ જ્યારે હોમ મેકર બને તો શું થાય...? આઠ ચોપડી પાસ થયેલી સ્ત્રી પોતાના કંપની સેક્રેટરી પતિ કરતા વધારે પ્રેક્ટિકલ સાબિત થાય તો કેવું થાય……? છેલ્લી બેન્ચે બેસતો ઠોઠ ચંદુડિયો 40 વર્ષે પોતાના માસ્તરને જીવનદાનની ગુરુદક્ષિણા આપે ત્યારે...? પોતાના લોકોથી જ બનેલા સમાજના લોકો જ્યારે એક સ્ત્રીની લાજ લૂંટે અને આ સ્ત્રી ઇચ્છામૃત્યુ માગે તો…? સમાજના આવા રાવણોનું દહન કરવા માટે એક પુરુષ જ આગ બને ત્યારે...? એક સ્ત્રી જ્યારે પોતાના પિતા અને પતિ પાસે વધારે કંઈ નહીં પણ પોતાનું કહેવાય એવું એક ઘર માંગે ત્યારે શું થાય……? સમજિના આવા અનેક સવાલો અને લાગણીઓને શબ્દદેહ મળે ત્યારે સર્જાય છે હાઉસ હસબન્ડ. |