Chhelu Yuddha


Chhelu Yuddha

Rs 550.00


Product Code: 18974
Author: Mavji Maheshwari
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 232
Binding: Soft Cover
ISBN: 9789393795397

Quantity

we ship worldwide including United States

Chhelu Yuddha by Mavji Maheshwari | Gujarat's response to the brutal rule of the British. | Gujarati historical novel based on true war story.

છેલ્લું યુદ્ધ - લેખક : માવજી મહેશ્વરી 

અંગ્રેજો ની વિકરાળ સત્તાને ખમીરવાંતા ગુજરાતનો જવાબ.

                ‘સોને કી ચીડિયા' કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફેક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની. તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા અંગ્રેજોએ પોતાની કુટિલ નીતિ દ્વારા ભારતને લૂંટવાનું શરૂ કર્યું. ધીમેધીમે વેપારની જગાએ સત્તાનો ખેલ શરૂ થયો અને 146 વર્ષમાં જ ઈ.સ. 1757માં ભારતના મોટા વિસ્તાર ઉપર કંપનીરાજનું શાસન થઈ ગયું હતું. રાજવીઓને સુરક્ષા આપવાના બહાના હેઠળ કંપની દ્વારા વહીવટ પોતાને હસ્તક લેવામાં આવ્યો અને ભારતને ગુલામીની ઝંઝીરોમાં બાંધીને જકડવાનો કારસો સફળ થયો.
                          ઈ.સ. 1857ના વિપ્લવ બાદ ઈ.સ. 1858માં જ બ્રિટિશ સરકાર દ્વારા કંપની પાસેથી વહીવટ અને સત્તા લઈ લેવામાં આવી અને બ્રિટિશરાજનું સીધું શાસન લાગુ પાડવામાં આવ્યું. કંપનીરાજના 247 વર્ષના શાસનમાં ભારતની સમૃદ્ધિ, કુટુંબવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા વગેરેને ઊધઈની માફક કોરીને ખોખલો કરી દેવાનું ખંધા અંગ્રેજોનું કાવતરું હજી પણ પ્રજાની સમજની બહાર હતું. ઈ.સ. 1858થી ઈ.સ. 1947 સુધીનાં 89 વર્ષના ગાળામાં સામ, દામ, દંડ અને ભેદની ઝેરી નીતિથી આખા ભારત ઉપર કાળી ગુલામી લાદવામાં આવી. આ 336 વર્ષનો સમયગાળો ભારત માટે સમય’ બનીને રહ્યો.
                      ભારતની આન, બાન અને શાનનું ઇરાદાપૂર્વક હનન કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન કારમી ગુલામીની ઝંઝીરોને તોડવા માટેના પ્રયત્નો પણ ઘણાં જ થયા. ઇતિહાસ ભલે કહેતો હોય કે ઈ.સ. 1857માં થયેલો વિપ્લવ એ ભારતની આઝાદી માટેનો પહેલો સંગ્રામ છે, પણ આ કથાનો સમયગાળો ઈ.સ. 1830નો છે. ખંધા અંગ્રેજો સામે ભારતીય શૌર્ય અને વતનપ૨રતીની આ કથાનું ઈતિહાસના તાંતણા જોડીને સર્જન કરાયું છે. ભલે અહીં કલ્પનાના રંગો પણ હોય, તો પણ એ ગુજરાતની ધીંગી ધરાએ અંગ્રેજોને આપેલા પડકારની કહાની છે.


There have been no reviews