Authors


Yashvant Mehta

Yashvant Mehta

List Of Gujarati Books by Yashvant Mehta

View Products

Yashwant Shukla

Yashwant Shukla

યશવંત પ્રાણશંકર શુક્લ (૮-૪-૧૯૧૫, ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.

View Products

Yogiraj Mansukhlal Badheka

Yogiraj Mansukhlal Badheka

યોગિરાજ મનસુખલાલ બધેકાનો જન્મ ભાવનગર જીલ્લાનાં હોઇદડ ગામમાં થયેલ તેમણે પ્રાથમિક શિક્ષણ હોઇદડ અને હાથબ પ્રાથમિક શાળામાં પૂર્ણ કરેલ.માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ભાવનગરની “ઘરશાળામાંથી “મેળવેલ”.તેમનો B.Sc નો અભ્યાસક્રમ Sir P.P.Institute of Science - Bhavnagar તેમજ M.Sc (Organic Chemistry) નો અભ્યાસક્રમ Dept. of Chemistry Bhavnagar માંથી પૂર્ણ કરેલ, ત્યાર પછી Ph.D નું સંશોધન કાર્ય તેમણે ભારતની ખ્યાતનામ સંશોધન લેબોરેટરી cSMCRI માંથી પૂર્ણ કરેલ. 
આ સંશોધન કાર્ય દરમિયાન તેમણે ઘણા National/State લેવલનાં Seminars/Workshopsમાં સફળતા પૂર્વક ભાગ લીધેલ. હાલમાં તેઓ Indian Institute of Management, Calcutta (IIM-C) દ્વારા સંચાલિત Ex. Prog. In | Leadership and Management નો અભ્યાસ કરી રહ્યા છે.
છેલ્લા દોઢ દાયકાથી તેઓ ભારતની ખ્યાતનામ ફાર્માસ્યુટીકલ કેમિકલ - કંપનીનાં સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે

View Products

Zaverchand Meghani

Zaverchand Meghani

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી).તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે. સમાજને છેવાડે ઊભેલા દલિત-પીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે.

Zaverchand Meghani also known as Jhaverchand Meghani or Javerchand Meghani. He has written many Gujarati books, gujarati poems & songs. We have mosly all books written by Jhaverchand Meghani

View Products