Authors
Sunil Mashruwala
Swami Vivekananda
Books written by Swami Vivekananda. All Gujarati books by Swami Vivekananda
Swati Shah
Aavaran એ અક્ષરો, અનુભવો અને સમાજની ઘટનાઓ દ્વારા પ્રેરિત કરેલી ટૂંકી વાર્તાઓનું સંકલન છે જે અમે જીવીએ છીએ. અનુભવો અને લાગણીઓ જે સામાન્ય રીતે વિશે બોલવામાં આવતા નથી. અનન્ય વાતોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી પર એક યુવાન દંપતિ અને એક વાર્તા વચ્ચે પ્રેમ, યુવા અંધ પ્રેમ અને વાર્તાઓની વાતો છે. કેટલીક કથાઓ અમારા સમાજના છુપાવેલા પાત્રો છે, જેમ કે એક યુવાવસ્થામાં એક વિધવા સ્ત્રી, જેમણે વિવાહિત જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલી સ્ત્રીઓ, એક સરોગેટ માતા અને શિક્ષિત યુવાનો અને તેમનું કુટુંબ
Sweta Khatri
શ્વેતા ખત્રી ગુજરાતના પહેલા ટેરો કાર્ડ રીડર અને ટેરો ટ્રેનર શ્વેતા ખત્રી નાનપણથી જ મેડીટેશન અને આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે. કંઇક નવું કરવાની ધગશ સતત તેમના મનમાં રહ્યા કરે છે. શ્વેતા છેલ્લા 10 વર્ષથી એટલે કે ૧૬ વર્ષની ઉમરથી જ ટેરો કાર્ડ રિડિંગ કરી રહ્યા છે. સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં તેમનું નામ ટેરો રીડીંગ અને ટેરો ટીચિંગ માટે જાણીતું છે. શ્વેતા પાસેથી ટેરો શીખેલા લોકો અલગ-અલગ શહેરોમાં ટેરો રીડીંગ કરી રહ્યા છે. તેમના ઘણા આર્ટીકલ્સ મેગેઝીન અને ન્યુઝ પેપર માં આવી ચુક્યા છે. ૨૦૧૩ માં તેમનું પ્રથમ પુસ્તક “ટેરો કાર્ડ્સ – અવર પરફેક્ટ ગાઈડ “ નવભારત સાહિત્ય દ્વારા પ્રકાશિત થયું. આ પુસ્તક ની ખાસિયત એ છે કે, આ ટેરો કાર્ડ નું દુનિયામાં પ્રથમ ગુજરાતી પુસ્તક છે, અને તે પુસ્તક હવે અંગ્રેજી માં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક ટેરો કાર્ડ્સ જાણવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક સમાન છે. ટેરો રીડીંગ ધ્વારા કોઈપણ વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની માહિતી મળી શકે છે. શ્વેતાના અનુભવ પ્રમાણે ટેરો રીડીંગ મા ૧૮ થી ૪૫ વર્ષના લોકો વધુ રસ ધરાવે છે તેમને બિઝનેસ, બાળકોનો અભ્યાસ, નોકરી –ધંધાના , રિલેશનશીપ , કરીઅર ના પ્રશ્નો સામાન્ય પુછાતા પ્રશ્નો છે.
Umashankar Joshi
ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ’ (૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક.૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.