Ashwin Majethiya

આ નવલકથા 'શબ્દાવકાશ' નામના ૯ લેખકોના એક સમુહે લખી છે. આ લેખક-સમૂહના નાયક અને આ વાર્તાના સૂત્રધાર છે શ્રી અશ્વિન મજીઠીયા. તો અન્ય લેખકોના નામ છે, શ્રી હેમલ વૈષ્ણવ, શ્રી અજય પંચાલ, શ્રીમતી અનસૂયા દેસાઈ, સરલા સુતરીયા, રીટા ઠક્કર, શ્રી રિઝવાન ઘાંચી, નિમીષ વોરા અને રવિ યાદવ. શબ્દાવકાશ' એક એવું જૂથ છે જેઓને વાર્તા લેખનમાં ખૂબ જ રસ છે. આ જૂથ, વારે તહેવારે કોઈને કોઈ પ્રકલ્પ હાથ ધરે છે, અને હદયની ઉર્મિઓ ઠાલવી રસદાયક નવલકથાઓ સમૂહમાં રહીને લખે છે. તેમની પ્રથમ નવલકથા 'કથાકડી'ના નામે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત થઈ છે, અને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'માં પણ એક રેકોર્ડ તરીકે નોંધાઈ છે. આ ઉપરાંત આ લેખકસમુહે ૨૬ પ્રકરણોની એક ખૂબ જ હૃદયસ્પર્શી નવલકથા 'વમળ' પણ લખી છે. પ્રસ્તુત નવલકથા 'અઢી અક્ષરનો વ્હેમ' અને અન્ય એક નવલકથા 'તિમિર મધ્યે તેજ કિરણ', આ બે નવલકથાઓ એક જ સમયે સમૂહમાં લખાયેલ એવી બે નવલકથાઓ છે, કે જે બન્નેમાં પાત્રો તો એ ના એ જ છે, પણ વાર્તાઓની માવજત અને અંત વેગવેગળા છે. આ નવલકથા 'અઢી અક્ષરનો વ્હેમ' સજાતીય..સમલિંગી સંબંધોની જટિલતામાં અટવાતા નિર્દોષ પ્રેમની ખૂબ જ વેગથી આગળ વધતી થ્રિલર-કથા છે, જે અંત સુધી વાંચકોને જકડી રાખે છે.

Adhi Akshar No Vahem
Quick View
Rs 530.00