Vadhu Vechan Kari Vadhu Kamavo – Sale more & Earn More. Gujarati book on sales & marketing.

વેચાણક્ષેત્રમાં સફળ થવું હોય તો તમારે વિક્રેતા નહીં પણ મદદનીશ ખરીદનાર પણ બનવું પડે. 

If you want to succeed in the sales sector, you have to be a salesperson but not a seller.

વેચાણની બે બાજુ છે–એક તો વેચાણ અને બીજું ખરીદી. સામાન્ય રીતે આપણી સમક્ષ વેચાણ વધારે આવે છે. પણ અહિયાં મેં વેચાણની સાથોસાથ ખરીદીની પ્રક્રિયાની પણ વિસ્તૃત માહિતી આપી છે જેથી તે એક સંપૂર્ણ અહેવાલ બની રહે. શરૂઆતમાં જો તમે મદદનીશ ખરીદનાર બનો અને તમારા ઉપભોગતાઓને એવી રીતે કેળવો છો, તો થોડા વર્ષોમાં ધંધાનો પ્રવાહ સરળ બનતો જાય છે. પણ જો આમ ન કરો તો સેલ્સને ટકાવી નહીં શકાય અને લાંબા ગાળા પછી તે એક અઘરી પ્રક્રિયા બની રહેશે. જીવનમાં જો તમારે કારકિર્દી ઘડવી હોય તો પહેલાં તમારે એક મજબૂત ફળદાયી આધાર બનાવવો પડશે. અને તમારે તેને જાળવી રાખવો પડશે. ક્રમશઃ તમારો વ્યવસાય વિકસશે. સામાન્ય રીતે જ્યારે કોઈ આ વ્યવસાયમાં પ્રવેશ કરે છે ત્યારે તે વેચાણની પ્રક્રિયાની સાચી સમજ કેળવ્યા વગર આગળ વધે છે, જેના પરિણામે તે સૌથી મુશ્કેલ કાર્ય બની રહે છે.

Selling becomes wholesome when you understand its process and you make that process your daily routine.

વેચાણ ત્યારે જ મનોરંજનપૂર્ણ બને જ્યારેતમે એની પ્રક્રિયાને સમજો અને તમે એ પ્રક્રિયાને તમારી દિનચર્યા બનાવો. તમારે લોકોની આવશ્યકતાને ઓળખવી પડશે, તમારા પ્રેક્ષકને ઓળખવા પડશે કે જેઓ તમને તમારે જોઈતા પુરસ્કાર મેળવવામાં મદદરૂપ બની શકે. આ પુસ્તકમાં ફક્ત જ્ઞાનની જ વાત નથી. આમાં તમને વિદ્વતા અને કૌશલની વાત પણ ભારોભાર મળશે. આમાં જ્ઞાનના અમલીકરણની વાત છે. લોકોને મળીને તમે વિદ્વતા પામી શકો છો. તમે દરેકની પાસેથી કંઈક શીખી શકો છો. પણ તમે શું શીખવા માંગો છો, તે તમારું નસીબ નક્કી કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પુસ્તક એક સાચી પ્રણાલી રજૂ કરે છે. જેમાં સફળતા અને નિષ્ફળતા છે અને તેમાંથી મેળવેલ પાઠ છે. આ પુસ્તકમાં અનેક સંઘર્ષો અને પ્રયોગો પણ સામેલ કરવામાં આવ્યા છે.

Do you want to buy this Gujarati book on sales & marketing strategy ?

Gujarati book on sales & marketing

Please follow and like us: