Gujarati book Jeevan Sathi review by GujaratiBooks.com. Gujarati books online

Review of Gujarati book “Jivan Sathi” by Shobhaa De

This book is available at GujaratiBooks.com

 

Main highlights of this book

  • Why should one person compare with another?
  • Despite all the attempts to be happy, why do two people seem to give each other more pain?
  • Relationships are the way to walk together to enjoy each other.
  • If the understanding is missing, then the affection soon becomes dry.

અનુવાદ મારો શોખ નથી. બીજી ભાષામાં, બીજાની લખેલી વાત જ્યારે હું મારી ભાષામાં કહેવાનો પ્રયાસ કરું છું ત્યારે ઘણી વાર શબ્દથી શરૂ કરીને વિચારો સુધીની તાર્કિક અસહમતી મને નડે છે. પણ આ પુસ્તકનો અનુવાદ કરતી વખતે મને લાગ્યું કે જો લગન વિશે મેં કંઈક લખ્યું હોત તો એ આનાથી જુદું ન જ હોત! મારો પરિચય આપતી વખતે ઘણી વાર સમારંભોમાં ‘ગુજરાતાનાં શોભા ડે” કહેવામાં આવતું ત્યારે આશ્ચર્ય પણ થતું ને થોડી ચીડ પણ ચડતી. પ્રશ્વન થતો, “શા માટે કોઈ એક વ્યક્તિને બીજી સાથે સરખાવવી જોઈએ?” આ પુસ્તક વાંચતી વખતે મને સમજાયું કે આ પરિચય તદ્દન નકારી શકાય તેવો તો નથી જ !!! વિદ્રોહ મારો પણ સ્વભાવ છે. લગન મારા પણ તૂટયા છે. ભૂલો મેં પણ કરી છે અને એ સ્વીકારવાની, સુધારવાની તૈયારી અને પ્રયાસ આજે પણ કરું છું. લગન સંસ્થાને ક્યાંય સુધી ‘બેકાર’ અને ‘બિનજરૂરી સંસ્થા માનતી રહી, પરંતુ આજે મને લાગે છે કે ‘લગન’ જો સારી રીતે જીવી શકાય તો વ્યક્તિમાત્ર માટે પ્રાણવાયુની ગરજ સારે તેવો સંબંધ બની શકે. માણસ પરણે ત્યારે સાથે વિકસવાનું સાથે જીવવાનું સાથે વૃદ્ધ થવાનું સ્વપન હોય છે. જીવનનાં તમામ સુખદુઃખ અને સમસ્યાઓને સાથે મળીને જીવવાની કલ્પના હોય છે. ‘સહજીવન’નું આ સ્વપન અચાનક ખોટુંપડવા માંડે છે. એકબીજાંને અપાયેલાં વચનો જાણે ભૂલ હોય તેમ વ્યક્તિ – પતિ/ પતની સતત એમાંથી છટકવાના રસ્તા શોધવા લાગે છે. સવાલ-જવાબ,શંકા-કુશંકા, આક્ષેપો અને નિવારી ન શકાય એવી કડવાશ આખાય લગનજીવનમાં એવી રીતે ટોળાતી જાયછે કે બધું જ ધીમે ધીમે કડવું, અણગમતું થવા લાગે છે. લગનની આખીયે પ્રક્રિયામાં મજાની વાત એ છે કે આપણે જયારે લગનમાં જીવવાનું શરૂ કરીએ છીએ ત્યારે એક પછી એક ભૂલો કરતા જ જઈએ છીએ. જયારે સમજાય છે કે જે કંઈ બન્યું બનતું રહું તે ‘ભૂલ હતી ત્યારે એ સુધારવાની તક સહુને મળે એવું સદભાગ્ય નથી હોતું. એથી આગળ વધીને સહુ ઇરછે છે કે પોતાનાં લગન સફળ થાય… સહુ આ સંબંધ શરૂ કરતાં પોતાની જાતને વચન આપે છે કે, “હું મારાં લગ્નની હાલત બીજાનાં લગનો જેવી નહીં જ થવા દઉં.” પરંતુ થોડાંક જ વર્ષોમાં લગભગ દરેક વ્યક્તિ એ જ રીતે, એ જ ફરિયાદ કરતી. એ જ પરિસ્થિતિમાં મુકાયેલી જોવા મળે છે. કેમ થાય
છે આવું? – સુખી થવાના ને કરવાના તમામ પ્રયાસો છતાં શા માટે ‘સાથે સુખી થવા’ નીકળેલી બે વ્યક્તિઓ એકબીજાને વધુ ને વધુ દુઃખ આપવા લાગે છે? અપેક્ષા, શંકા, વિવાદ, અહમ્… શું નડે છે? લગન એક બહુ જ નાજુક અને ગૂંચવણભરેલો સંબંધ છે. બે વ્યક્તિઓ જયારે સહપ્રવાસી બને છે ત્યારે એમની દિશા તો એક હોય છે, પરંતુ આગળ વધવાની ગતિ અલગ અલગ . આ ગતિનો ડિફરન્સ કારકિર્દી, સમજ, અપેક્ષા, લાગણી. કોઈ પણ બાબતમાં હોઈ શકે, પરંતુ જયારે બે વ્યક્તિઓની ગતિ અલગ અલગ હોય ત્યારે એમનો સહપ્રવાસ થોડાંક જ વર્ષોમાં ફક્ત ‘સહનિવાસ” બનીને રહી જાય છે. આ સહનિવાસ દરમિયાન જો સમજદારી ખૂટે તો સ્નેહ તરત જ સુકાવા લાગે છે. સારી રસોઈ માટે સપ્રમાણ અને સાચા મસાલા બહુ જરૂરી છે. આ પ્રમાણ અને સત્યતા વ્યક્તિએ વ્યક્તિએ જુદાં હોય છે, પરંતુ બે વ્યક્તિઓએ – જેમણે સાથે જીવવાનુંછે તેમણે પોતપોતાની અપેક્ષાને શબ્દોમાં વ્યક્ત કરીને સામેની વ્યક્તિની અપેક્ષાને પૂરી કરવાના પ્રયાસમાં કોઈ કસર છોડવી ન જોઈએ. લગન એટલે શું? સતત સમાધાન કરતા રહીને, તિરાડ ન પડે એ રીતે – ‘બીજા’ને શું ગમશે એનો જ વિચાર કરીને જીવતા રહેવાની એક અઘરી પરીક્ષા? ના! લગન એટલે એકબીજાંની ખામીઓ અને ખૂબીઓ સમજીને, એકબીજાને ઓછામાં ઓછી તકલીફ પડે એ દિશામાં ધીમેધીમે. રોજેરોજ બદલાતા રહેવાની એક અદભુત પ્રક્રિયા! શોભા ડેના આ પુસ્તકે મારા લગનજીવનના કેટલાક એવા અંધારા ખૂણાઓ પર પ્રકાશ પાડ્યો છે, જે ખૂણામાં પ્રવેશ કરતાં હું સતત ડરતી હતી. આ એવા ખૂણાઓ છે જ્યાં મારી સમસ્યાઓ અને પીડાઓ સંતાઈને બેઠાં હતાં, નાનકડો પ્રકાશ પડતાં જ સમજાયું કે “લગન’ જ શા માટે? દરેક સંબંધમાં બેલેન્સશીટ તપાસીને ભૂલો સુધારવાની જરૂરિયાત હોય જ છે, સમયસમયાંતરે. ભૂલો હોય છે, થાય છે સહુની! ખાસ કરીને લગનજીવનમાં ખૂબ ભૂલો થતી હોય છે. એ યાદ રાખીને “માફ નહીં કરવાના” ધ્યેય સાથે, ‘પાઠ ભણાવવાના” ભયાનક- ઇરાદાથી જિવાતાં લગનો માણસને અંદરથી ખતમ કરી નાખે છે. સુખનું મકાન ચાર જ થાંભલા પર ઊભું રહી શકે છે. સરળતા, સ્પષ્ટતા, સ્નેહ અને સમજદારી.ત્યાગ, બલિદાન, ચલાવી લેવું છોડી દેવું, માફ કરવું… આ શબ્દો સાંભળવામાં બહુ સારા લાગે છે, પરંતુ દરેક વ્યક્તિ દરેક વખતે એટલી ‘મહાન’ બની શકતી નથી. માણસમાત્રને જરૂર હોય છે સ્વાભાવિકતાથી જીવવાની… મહોરું પહેરીને જિવાતી બનાવટી જિદગી, પ્રયત્નપૂર્વક કરેલા સમાધાનો બહુ લાંબા ચાલી શકતાં નથી. લાંબો સમય સાથે જીવવા માગતી બે વ્યક્તિઓએ એકબીજાં પરત્વે નિખાલસ થઈ – એકબીજાને સ્પષ્ટતાપૂર્વક ગમા અણગમા જણાવી પોતાની આવડત અણઆવડત સમજાવી, પોતે કેટલું અને શું કરી શકશે તે કહી દેવું બહુ જરૂરી છે. – આટલું કર્યા પછી સ્નેહ અનિવાર્યપણે ધબકે છે. વ્યક્તિને સરળતાપૂર્વક અને સ્પષ્ટતાપૂર્વક સમજી લીધા પછી ચાહવી જરાય રHઘરી નથી. જેને ચાહતા હો એની સાથે સમજદારી નિભાવવી ખૂબ જ સહેલી છે. પ્રેમનું પ્રદર્શન કે લાગણીની અભિવ્યક્તિ લગ્નજીવનમાટે એટલી જ મહત્વની છે, જેટલીછોડ માટે સૂર્યપ્રકાશ. વિકસતા છોડ માટે જેમ પાણી અનિવાર્ય છે તેમ લગનજીવન માટે સ્પર્શ કે સેક્સ અનિવાર્ય છે.સમજદારી કે સમાધાનનું ખાતર લગ્નજીવનના છોડનેઝડપથી વિકસાવે છે. કડવાશનું નિંદણ કરી, ભૂલોની માટીમાં સતત ગેડ કરતા રહેવાથી (માટી ઉપર-નીચે કરતા રહેવાથી) છોડના મૂળને મજબૂતી મળી રહે છે.સુવિકસિત અને વ્યવસ્થિત રીતે ઉગેલા છોડ પર ‘સુખી કુટુંબ’નાં ફૂલો મહોરે છે.લગનસંબંધ એટલે સાથે-સાથે ચાલતાં – એકબીજાને ગમતાં રહેવું. મારી મા અને મારાં સાસુએ પોતાનાં લગનોને જે રીતે જોયાં છે, અનુભવ્યાં છે. જીવ્યાં અને જાળવ્યાં છે એ હું નથી કરી શકી. અફસોસ છે જ! મારાં લગન સફળ છે કે નિષ્ફળ એ બહુ અગત્યની બાબત નથી, પરંતુ આ પુસ્તક પૂરું કરતાં કરતાં જે બે મહત્વની બાબત મને સમજાઈ છે તે એ છે કે – જિંદગીનો કોઈ પણ સંબંધ સુધારવામાં ક્યારેય મોડું થઈ ગયું એવું ન માનવું જો બે વ્યક્તિઓ એકબીજાં સાથે સારી રીતે જીવવા માગતી હોય તો એ નિર્ણય પછીનો સમય જિદગીનો છેલ્લો દિવસ પણ હોય તો એને ગુમાવવો ણ જોઈએ .અને બીજી, આપણા કોઈ પણ સંબંધોને બદલવા, સુધારવા કે જુદી રીતે જીવવા માટે આપણે જ સુધરવું કે બદલાવું પડે છે. પહેલ આપણે જ કરવી પડે છે. જો આપણને ‘સુખ” જોઈતું હોય તો એને માટે હાથ પણ આપણે જ લંબાવવો રહો. જિદગીના ચાર દાયકા જીવી લીધા પછી મને લાગે છે કે સ્થિરતા અને સુખને એકબીજા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. બુદ્ધિશાળી, સંવેદનશીલ અને સફળ સ્ત્રીને જો સન્માન, સનેહ અને સ્થિરતા મળી રહે તો એને ‘સંબંધ’ બદલવા કરતા સ્વયં ને બદલમાં સરળતા પડે છે.

Please follow and like us:

Leave a Reply