Review of gujarati book “Evergreen Rahevani Kala”

પુસ્તક પરિચય: એવર ગ્રીન રહેવાની કળા – લેખક: અવંતિકા ગુણવંત

Stories of the third and fourth phase of life Find happiness even in the absence of money, enjoy happiness. Life is an art of living. The lamp is old but its light is never old.

Buy online at GujaratiBooks.com

 

આદરણીય સ્નેહી વાચક મિત્રો, સતત લખાતાં મારાં લખાણોમાં હું માણસ અને જીવન વિશે લખું છું. માણસ અને માણસનું જીવન મારા પ્રિય વિષયો છે. આ પુસ્તકમાં મેં જીવનના ત્રીજા અને ચોથા તબક્કા વિશે લખ્યું છે. ‘ મિત્રો, તમે બોલી ઊઠશો કે જીવનનો ત્રીજો અને ચોથો તબક્કો એટલે નિવૃતિકાળ – વૃદ્ધત્વ.આ તબક્કે વ્યક્તિ પરવશ અને લાચાર હોય છે. તમારી વાત સારી છે, થોડા દસકાઓ પહેલાં આ તબક્કો લાચારીનો હતો પણ અત્યારે એવું નથી. દાક્તરી વિજ્ઞાને પ્રગતિ કરી છે તેથી વૃદ્ધાવસ્થાની પરવશતા ખાસ રહી નથી. દાંત નથી તો ચોકઠું વાપરો, ચલાતું નથી તો વોકર અને વ્હીલચેર વાપરો, કાને ઓછું સંભળાતું હોય, માથે વાળ આછા થઈ ગયા હોય, આંખે ઓછું દેખાતું હોય તો ય આધુનિક વિજ્ઞાન પાસે આ બધી તકલીફોના ઉપાયો છે. માટે વૃદ્ધત્વ-નિવૃત્તિકાળ એ તો જીવનનો અંત નહીં પણ નવજીવનનો આરંભ છે.આપણે જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થા કુદરતનો અફર નિયમ છે, વૃદ્ધાવસ્થા એક શારીરિક પરિવર્તન છે, ઉંમર થાય એટલે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો દેખાય જ દેખાય. માણસે વૃદ્ધ થવું કે યુવાન રહેવું એ એણે પોતે નક્કી કરવાનું છે. મનુષ્યની કર્મેન્દ્રિયો છેક સુધી એટલે કે સો વર્ષ સુધી બરાબર કામ આપે એવી સક્ષમ હોય છે. આપણને મળેલી કુદરતની એ અદ્દભુત ભેટ છે. માણસ જો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રબોધેલી જીવનશૈલી સ્વીકારે તો સો વર્ષ સુધી સક્રિય રહી શકે છેઅને નિવૃત્તિકાળ એટલે કે વૃદ્ધાવસ્થા સૌદર્ય, માધુર્ય અને ગૌરવથી છલકાતી ઓજસ્વી, સમૃદ્ધ અને દેદીપ્યમાન રહેશે,તો પછી નિવૃત્તિકાળ એટલે કે વૃદ્ધાવસ્થાથી ડરવાનું શું કામ? આપણા શરીરમાં જે પરિવર્તન આવે એને સહર્ષ સ્વીકારીને હળવા શું કામ ન રહીએ? હા, દરેક અવસ્થાની જેમ વૃદ્ધાવસ્થાના ઘણા પ્રોબ્લેમ્સ હોય છે પણ આપણે આપણી ક્ષમતાઅને સમય મુજબ જિદગીનું આયોજન કરતા રહીએ તો પ્રોબ્લેમ્સ ઓછા ઉદ્દભવે. આપણે ધારીએ તો વૃદ્ધત્વને એટલે કે નિવૃત્તિકાળને અમૃતમય બનાવી શકીએ.સવાલ જીવનદષ્ટિનો છે, જીવનદર્શનનો છે. જીવન જીવવાની એક કળા છે.

પૈસાના અભાવમાંય આનંદ શોધો તો આનંદ મળશે. પથારીવશ વ્યક્તિ પણ સુમધુર કંઠે ગાઈને પોતે પ્રસન થાય છે અને ચોપાસનું વાતાવરણ પ્રસનતાથી છલકાવી શકે છે. જીવનને આનંદયમય સફળ બનાવવા ખાસ ચિંતનભરી જીવનદષ્ટિ જોઈએ. નવું નવું શીખવા માટે સદા પ્રવૃત્ત રહેવું જોઈએ.યાદ રાખો કે નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. વૃદ્ધાવસ્થા અભિશા૫ નથી. . ઉત્તરાવસ્થામાં ઘણા સંબંધો છૂટી ગયા હોય છે. જવાબદારી લગભગ પૂરી થઈ ગઈ હોય છે, ત્યારે આપણે આપણા પોતાના આગવા સત્ત્વ, અભિગમ, અભિરુચિ, માન્યતા, વિચારો અને પૂર્વગ્રહોનું વિવેકપૂર્ણ આયોજન કરીએ તો, વાર્ધક્ય જિદગીનું સ્વર્ણિમ શિખર બની શકે છે. અહીં મેં જે લખ્યું એ બધું મારા સ્વાનુભવની વાત છે. મારી જિદગીના સાડાસાત દાયકા પૂરા થયા છે, સંતાનો દૂર પરદેશમાં વસ્યાં છે,ભારતમાં અમે બેઉ પતિ-પતની જ છીએ પણ અમારાં મન ઉદાસ નથી, નિરાશ નથી, અમે પ્રસન રહીએ છીએ. કેવી રીતે કેમ અમે પ્રસન રહી શકીએ છીએ ? કારણ કે નિષ્ઠાપૂર્વક મનગમતી પ્રવૃત્તિ કરીએ છીએ. સંજોગો તો બદલાતા રહે છે, ક્યારેક અણગમતું ય, બને પણ મન નારાજ નથી થતું. મન મક્કમ છે અને એ શંકા, કુશંકા, વહેમ અને નકારાત્મક વિચારોથી દૂર રહે છે.

અહીં એક વાત યાદ આવે છે કે સ્વભાવ વારસાગત હોય છે. મારાં બા-બાપુજી સ્વભાવે આશાવાદી અને ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતાં હતાં. સંકટ સમયે, મોટા નુકસાનની વેળાએ ય તેઓ ઉદાસ કે નિરાશ થતાં નહિ. બા-બાપુજીનો જીવનસંઘર્ષ અને સત્ત્વશીલ જિદગી મેં નજરે જોયાં છે. કટોકટીની પળોમાંય એમણે બીજાને સહાય કરી છે. તેઓ મારાં પ્રેરણાસ્રોત છે. એમણે મનની પ્રસનતા કદી ગુમાવી ન હતી, નકારાત્મકતાથી કાયમ તેઓ દૂર રહ્યાં હતાં.મિત્રો, આપણે ય આપણી નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બનવાનું છે એ કદી ભૂલશો નહીં.આ પુસ્તક ભલે મેં વૃદ્ધાવસ્થા વિશે લખ્યું પણ પુસ્તકનાં લખાણો બધી જ ઉંમરની વ્યક્તિઓને રસ પડે તેવાં છે. આજે સિનિયર સિટીઝન્સની સંખ્યા વધતી જાય છે, જીવનકાળ લાંબો થતો જાય છે, ત્યારે દરેક વ્યક્તિએ વૃદ્ધાવસ્થાને વધાવવાની તૈયારી અત્યારથી કરવી જોઈએ.તમને અને મને વાર્તા ગમે છે તેથી વૃદ્ધાવસ્થા વિશે મારે જે કંઈ કહેવું છે એ મેં વાર્તામાં ગૂંથી લીધું છે. આ વાતીઓ તદ્દન સાચી છે, માત્ર નામઠામ બદલ્યાંમાત્ર હકીકત ક્યારેક શુષ્ક અને કંટાળાજનક લાગે છે, વિચારોનું અમૂર્ત આલેખન ક્યારેક નીરસ લાગે તેથી મેં વાર્તાઓનો – દૃષ્ટાનતોનો સહારો લીધો છે અને મારે જે કહેવું છે એ કહ્યું છે.

યુવાન વાચકોને ખાસ એક વિનંતિ કે તમે ધારો ; તો તમારા નિવૃત્તિકાળને વસંતમાં ફેરવી શકો છો એ માટે પુસ્તકનાં લખાણો ધ્યાનથી વાંચો. દીવો જૂનો થાય પણ એનો પ્રકાશ કદી જૂનો નથી થતો. આપણાં મન, બુદ્ધિ, આત્મા કદી વૃદ્ધ નથી થતાં. તેઓ તો ચિરયૌવનનું વરદાન પામ્યાં છે. તેઓ કદી પાનખરમાં ફસાતાં નથી. વૃદ્ધત્વ વિશેની વાતો લખ્યા પછી પણ કેટલુંક લખવાનું બાકી રહી ગયેલું લાગ્યું તેથી થોડાંક પ્રકરણ વાર્તાત્મક અંશવિહોણા લખાયાં છે, જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી પણ જન્મ અને મૃત્યુ વચ્ચેનો ગાળો જેને આપણે જીવન કહીએ છીએ એ જીવન આપણા હાથમાં છે. એને ધાર્યા રૂપરંગ આપીને સમૃદ્ધ બનાવવું આપણા હાથમાં છે. આપણે સભાનપણે મહેનત કરીએ તો જીવન એક પ્રેરણાદાયક વિકાસયાત્રા બની શકે. આપણે પૂર્ણરૂપે વિકસી શકીએ છીએ. આપણી ચેતનાનો સર્વાગી વિકાસ થઈ શકે.વૃદ્ધાવસ્થામાં ય અફસોસ કરતાં કરતાં લમણે હાથ દઈને ‘ઘડપણ કોણે મોકલ્યું?” એવાં રોદણાં રડવાનો વારો ન આવે. માટે જાગો, મિત્રો જાગો, વૃદ્ધાવસ્થાનું વસંતમાં પરિવર્તન કરવા તત્પર બનો.

Please follow and like us:

One thought on “Review of gujarati book “Evergreen Rahevani Kala”

Leave a Reply