Jivan Chitrana



5 stars
 1 review(s)
4 stars: 
 0 review(s)
3 stars: 
 0 review(s)
2 stars: 
 0 review(s)
1 stars: 
 0 review(s)

Reviews



ASHOK KHANT
Apr 1, 2019
નામાંકિત ચિત્રકાર અશોક ખાંટના પુસ્તક 'જીવનચિત્રણા' નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. વલ્લભવિદ્યાનગરના નામાંકિત ચિત્રકાર અશોક ખાંટના જીવન પર આધારિત અદ્દભુત પુસ્તક 'જીવનચિત્રણા' નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ 17 માર્ચના અમદાવાદના ગજ્જર હોલ ખાતે યોજાઇ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદ્મશ્રી કુમારપાળ દેસાઈ એ કહ્યું કે : “અશોકભાઈનું આ આખું પુસ્તક ‘જીવનચિત્રણા’ હું વાંચી ગયો અને મને ખુબ ગમ્યું. જુદા જ પ્રકારનું આ વિલક્ષણ અને લાક્ષણિક પુસ્તક વિશે જો હું નહીં કહું તો તેનો ઉઘાડ નહીં મળે. ભાયાવદરમા ખેત મજૂરી કરતા પરિવારનો આ પુત્ર બચપણમાં માત્ર ગરીબી કે આપત્તિઓ માત્ર નહીં, અપમાનો પણ સહન કરીને તે અશોક ખાંટ બને છે. તેમના ચિત્રો તો ઉત્તમ છે જ! આ પુસ્તકની પાછળ એક કલાકારનું હૃદય રહ્યુ છે, અને સાહિત્યમા એમનું જે લખાણ છે એ પણ ખાંટુ લખાણ છે. વળી ક્યાંય પણ અતિશયોક્તિ નથી. મારી દ્રષ્ટિએ આ એક વાસ્તવદર્શી સર્જક છે. આ પુસ્તકમા વ્યક્તિની આત્મકથા કે સ્મરણ કથા નથી, પરંતુ એક કલાકારની સંઘર્ષકથા અને સમર્પણગાથા છે. આંસુઓથી પોતાનું મુખ જે લોકો ધોવે છે એ જ તેજસ્વી બની શકે છે. મારે કહેવું જોઈએ કે અશોકભાઈએ પોતાના વ્યક્તિચિત્રને પોતાના શબ્દોમાં આલેખ્યુ છે, ત્યારે તેનો આત્મા અંદર રેડયો છે. વળી પુસ્તકમાં અશોક ખાંટ એક જગ્યાએ કહે છે કે મારું કલાકાર હોવું ગૌરવ તો છે જ, પરંતુ એ પણ સત્ય છે કે, જે ઊંચાઈઓ પામવા હું પાગલ થઈ જીવનભર મથતો રહ્યો, તેમ છતાં એ મહાન કલાકારોના રજમાત્ર જેટલું પણ હું નથી કરી શક્યો. પુન:જન્મનું ચક્ર જો સત્ય વાત હોય તો ફરી ફરીને મારે એક કલાકાર બની એ સૌંદર્યને પામવા ચિતરવું છે.” આ પ્રસંગે ચિત્રકારના ક્લાગુરુ સ્વ. શ્રી શરદ ચૌહાણ નું સ્મરણ કરી તેમની પુત્રી સ્વેતા ચૌહાણનું પણ અભિવાદન સૌમ્યા ખાંટ દ્વારા કરવામાં આવેલ. અને આ પુસ્તકની શ્રેષ્ઠ સમકાલીન ડિઝાઇન તૈયાર કરનાર કલાકારના કલાકાર પુત્ર નીરવ ખાંટ ને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. અશોકભાઈના જીવનને ચિત્રકાર તરીકે સાર્થક કરવામાં જીવનસાથી અને મિત્ર બની અનોખો સેવાયજ્ઞ કરનાર કલાકારના પત્ની હંસાબેનને પણ અશોકભાઈના હસ્તે હદયભીના અભિનંદન આપવામાં આવેલ. કલા, સાહિત્ય, ફિલ્મ, અને રંગમંચની વિશેષ હસ્તીઓની ઉપસ્થિતિ વચ્ચે જાણીતા ચિત્
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)