Child Stories - બાળવાર્તા


આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. કૂદકે ને ભૂસકે જ્ઞાનની નવનવી ક્ષિતિજો ખૂલતી જાય છે. બાળસાહિત્યના સીમાડા આજે ખૂબ વિસ્તર્યા છે. એમાં કાર્ટૂનો, વીડિયો, કૅસેટ, સીડી વગેરે પ્રવેશ્યાં છે. 'એક હતો રાજા', 'એક હતું જંગલ. એમાં રહેતો હતો એક સિંહ', 'પિતાના ખોળામાં બેસવા ન મળ્યું એટલે ધ્રુવે વનમાં જઈ તપ કરવા માંડ્યું' એવી વાતોથી બાળવાર્તા ઘણી આગળ વધી છે. 'પંચતંત્ર', 'હિતોપદેશ', 'કથાસરિત્સાગર', 'ઈસપની વાતો' જેવાં પુસ્તકો આપણને જકડી રાખતાં એથી આગળ વધી આપણે 'હેરી પોટર' સુધી ત્યાં બાળ વાચકોને લઈ જઈ રહ્યાં છીએ. બાળક પ્રકૃતિથી કુતૂહલપ્રિય હોય છે. એની શિશુ અને બાળવયમાં ભાતભાતની જિજ્ઞાસા જાગતી હોય છે. એને નિર્દોષ આનંદ, મજાક-મસ્તી, ચમત્કૃતિ, અદ્ભુત રસ જોઈએ છે. બાળવાર્તા એક એવું માધ્યમ છે જેના દ્વારા એની આ પ્રકારની અપેક્ષાઓ સંતોષાય છે. 
બાળકના ભાવાત્મક ઘડતરમાં બાળવાર્તાનું મોટું સ્થાન છે. બાળવાર્તા બાળકને આનંદ અને મજા તો આપે જ છે પણ એ સાથે એનાથી એ બીજી વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે છે. એનામાં એકાગ્રતા, દૃઢતા, ધીરજ, સાહસ જેવા ગુણો કેળવાય છે. વાર્તા સાંભળવા-કહેવાથી એની વાક્શક્તિ વિકસે છે, એની કલ્પનાશક્તિ વિસ્તરે છે, તર્કશક્તિ ખીલે છે, ભાષાસમૃદ્ધિમાં વધારો થાય છે, એનું શબ્દભંડોળ વધે છે, એની અભિવ્યક્તિ સુધરે છે.
રસ પડે એવી બધી વાર્તાઆએે વાંચે છે. આ રસ પડવામાં જ્ઞાન, માહિતી કે બોધ વ્યક્ત કરતી વાર્તાઓ તો ઠીક પણ એને આ લોકથી બીજા લોક, ચમત્કાર અને ઈલમમાં પણ રસ પડે છે. એની જ્ઞાનેન્દ્રિય કે માનસિક શક્તિ બરાબર કેળવાઈ ન હોય ત્યાં સુધી ચમત્કારની, પરીઓની, રાક્ષસની વાર્તાઓ એના દિલનો કબજો લે છે જ. ચમત્કૃતિનો આનંદ બાળક માટે એવું ભાવુક આકર્ષણ છે જે એને અકબર-બીરબલની વાતો, પરી, ડાકણ, રાક્ષસ, જાદુગર જેવી કાલ્પનિક સૃષ્ટિની પકડમાંથી નહિ જ છૂટવા દે એની વિચારઅને બાળકના જીવનમાં કલ્પનાઓ અને સ્વપ્નસિંચનની વાંછના રાખનાર માબાપ જરૂર આ અદભુત રસની બાળકથાઓને માણશે એવી અમને આશા છે.

Kagdini Kote Ratan
Quick View
Rs 144.00 Rs 120.00
Anmol 101 Vartao
Quick View
Rs 500.00