Rizwan Aadatiya Bhag 1-2
Rizwan Aadatiya Bhag 1-2 By Dr. Sharad Thakar રીઝવાન આડતિયા ભાગ ૧-૨ લેખક ડો. શરદ ઠાકર પોરબંદરના એક પાંચમી ફેઈલ છોકરાની કથા જેણે પોતાની મહેનત અને ખંતથી ૨૦૦૦ કરોડ નું સામ્રાજ્ય ખડુ કર્યું દુકાનદાર આ બધું સાંભળી રહ્યો હતો. ભરવાડની કલ્પનાથી એને હસવું આવી ગયું. એને પૂરેપૂરી ખબર હતી કે બાજુમાં રહેતા નુરૂદીનભાઈનો પરિવાર નવ સભ્યોનો છે. અને રહેવા માટે એક જ ઓરડી છે.એણે રેશનોઝને દાઢમાં કહ્યું, રેશુ આ ભાભાને તારા ઘરે તો લઈ જા એ બાપડો તારો રાજ-મહેલ જોઇને રાજીનો રેડ થઇ જશે. લઇ જ એને.રેશનોઝ ભોળું હસ્યો, હા, ચાલો, ભાભાહું તમને મારું ઘર બતાવું. અત્યારે બધા ઊંધી ગયા હશે, પણ બહારથી તમે ઘર જોઈ લો એટલે જયારે મદદની જરૂર પડે ત્યારે તમે આવી શકો.આગળ રેશનોઝ અને પાછળ પાછળ ભરવાડ ભાભો ! થોડાંક ડગલાં માંડ ચાલ્યાં ત્યાં રેશનોઝની હવેલી' આવી ગઈ, વૃદ્ધ ભરવાડ આંખો ફાડીને જોઈ રહ્યો. આવી દરિદ્રતા છતાં અજોડ ઉદારતા?! એની ઘરડી અખિોએ સાડા સાત દાયકામાં એક વાર પણ આવું દૃશ્ય નિહાળ્યું ન હતું અને જ્યારે નિહાળ્યું ત્યારે કોની પાસેથી?એક પંદર વર્ષના કિશોર પાસેથી આખો આંસુથી છલકાઈ ઊઠી, અવાજ ભીનો બની ગયો. ગરીબ ડોસો બીજું તો શું આપી શકે? અંતરના આશીર્વાદ આપ્યા.વૃદ્ધનો કંપતો હાથ રેશનોઝના માથા પર ગયો. ગળામાંથી ડૂમાની સાથે જ શબ્દો સયા, "બેટા, મારો ભગવાન તારી આ ભલાઈનો બદલો તને વાળી આપશે, |