Aashaka Mandal

Ashka Mandal by Ashwini Bhatt વિરાટ ફલક ઉપર આલેખાતી આ નવલકથા માંડલ કુટુંબની ત્રણ પેઢીઓને સમાવી લે છે. રેગીસ્તાની ઇલાકામાં આવેલા હમીરગઢનો રાજકુમાર સિગાવલ કેશી તેનો નાયક છે. થોરાડની વીરડી પાસેથી મળેલું એક હાડપિંજર આ વાર્તાને જાણે ભૂગર્ભમાંથી બહાર લઇ આવે છે. કોનું છે આ હાડપિંજર ? લોકકથા જેવા બની ગયેલા શરનસિંહ માંડલનું ? પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં બનતી આ કથાનું નેપથ્ય સન સત્તાવનના વિપ્લવ જેટલું જુનું છે. શૂરજિતસિંહ માંડલ, શરનસિંહ માંડલ, આજીવન લડતા રહેલા વિપ્લવવાદીઓ આ કથાના લોક્નાયાકો છે. મંદિરની પરસાળમાં આરતી ટાણે જન્મેલી આશ્કા માંડલ , વિપ્લવની જ્યોત જેવી નાયિકા છે. એકાએક ગુમ થઇ ગયેલા તેના પિતા શરનસિંહ માંડલની ખોજમાં તે એક ખૂંખાર પ્રવાસમાં નીકળે છે, જેમાં અન્ય પ્રવાસીઓને નાનસાહેબે છુપાવેલા ખજાનામાં રસ છે. રોમેરોમમાં આગ ફેલાય તેવી ઘટનાઓથી સભર સાધંત સાહસકથા. We have all books of Ashwini Bhatt. |