Bin Sachivalay Clerk Sachivalay Office Assistant (Latest Edition 2016)


Bin Sachivalay Clerk Sachivalay Office Assistant (Latest Edition 2016)

Rs 580.00


Product Code: 15853
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 352
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Bin Sachivalay Clerk Sachivalay Office Assistant (Latest Edition 2016)

બિન સચિવાલય કલાર્ક સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ (લેટેસ્ટ ૨૦૧૬)

બિન સચિવાલય ક્લાર્ક /સચિવાલય ઓફીસ આસીસ્ટંટ

ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટંટની ભરતી
 
ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ ૩ કર્મચારીઓની નિમણુક માટેની સત્તા ધરાવતા ગૌણ સેવા પસંદગી મંડળે ખુબ જ ચાવીરૃપ ભરતીઓ માટે જાહેરાત બહાર પાડી છે જેનાથી ઉમેદવારો માટે કારકિર્દીના સુવર્ણ દ્વાર ખુલશે. તેમાં બિન સચિવાલય ક્લાર્કની ૨૫૨૨ જગ્યાઓ અને સચિવાલયના વિવિધ વિભાગોમાં ઓફીસ આસીસ્ટંટની ૪૨૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.
 
જેના માટે ઉમેદવારો ૧૦ મે સુધીમાં www.ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરીને પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં મહેસુલ વિભાગ હેઠળ જીલ્લા કલેકટર કચેરીઓ, નાણા વિભાગ હેઠળ વાણીજ્ય વેરા નિરીક્ષકશ્રીની કચેરી, પોલીસ મહાનિર્દેશકશ્રીની કચેરી વગેરે જેવી ચાવીરૃપ જગ્યાઓનો સમાવેશ થાય છે. 
શૈક્ષણિક લાયકાત : આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવાર ધોરણ ૧૨ (એચ. એસ. સી.) કક્ષાનો અભ્યાસ ધરાવતો હોવો જોઇએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાાન હોવું જોઇએ. જે માટે ધોરણ ૧૦ કે ૧૨માં કમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઇએ અથવા CCC+ નું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો લાયક ગણવામાં આવશે. ૧૦ મેના રોજ ઉમેદવારની ૧૮ વર્ષથી ઓછી નહિ તેમજ ૩૩ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.
પસંદગીની પ્રક્રિયા : ક્લાર્કની જગ્યા માટે બે તબક્કાની ભરતી પ્રક્રિયા છે. જેમાં પ્રથમ તબક્કો લેખિત કસોટી છે. આ પરીક્ષા લગભગ સપ્ટેંબર મહિનામાં યોજાવવાની શક્યતા છે. આ તબક્કામાં એક પ્રશ્નપત્ર રહેશે જેનું સ્વરૃપ MCQ રહેશે જેમાં બે કલાકમાં ૨૦૦ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રત્યેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે. પ્રત્યેક પ્રશ્નમાં ઉમેદવારને ચાર વિકલ્પો આપવામાં આવશે. જો ખોટો વિકલ્પ પસંદ થશે તો ઉમેદવારનો ૦.૨૫ માર્ક બાદ કરવામાં આવશે આમ નેગેટીવ માર્કની સ્કીમ રહેશે.
વિષય       કુલ ૨૦૦ ગુણ
1.     ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ   
2.     ગુજરાતી વ્યાકરણ                       
3.     અંગ્રેજી વ્યાકરણ
4.     ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો,
5.     ગાણિતિક, તાર્કિક કસોટી
6.     કમ્પ્યુટર થીયરી
7.     જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન
આ પરીક્ષામાં સારો દેખાવ કરનાર ઉમેદવારને દ્વિતીય તબક્કા કમ્પ્યુટર પ્રોફીશીયંસી કસોટી માટે પસંદ કરવામાં આવશે. કુલ જગ્યાઓ સામે લગભગ ત્રણગણા ઉમેદવારોને દ્વિતીય તબક્કા માટે બોલાવવામાં આવશે. આ કસોટી ૧૦૦ ગુણની અને એક કલાક ત્રીસ મીનીટના સમયની રહેશે.
તૈયારીની રણનીતિ : સૌથી પહેલા MCQ સ્વરૃપની પરીક્ષા હોવાથી ઉમેદવારોએ તેની ઉપર વિશેષ ધ્યાન આપવું. સૌથી વધુ મહત્વ સામાન્ય જ્ઞાાનનું છે તેથી તેને યોગ્ય ન્યાય આપવા ખાસ કરીને પાઠયપુસ્તક મંડળના પુસ્તકો વાંચવા. તથા પાછલા વર્ષોના પ્રશ્નપત્રનો અભ્યાસ લાભદાયી રહી શકે. વર્તમાન બનાવો માટે રોજ વર્તમાનપત્રોનું વાંચન કરવું તથા તેની પોતાની નોટ બનાવવી. બજારુ મેગેઝીન પર આધારીત રહી શકાય નહિ. ગુજરાત અને કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઈટ કે સરકારી મેગેઝીન યોજના અને કુરુક્ષેત્ર આધારભૂત ગણી શકાય. 
આ ઉપરાંત અંગ્રેજી ભાષા વિદ્યાર્થીઓ માટે સૌથી નબળો વિષય સાબિત થયેલ છે તેથી તેની તૈયારી અત્યંત જરૃરી છે

 


There have been no reviews