Yogi Harnathnan Sanidhyaman
Yogi Harnathnan Sanidhyaman by Makarand Dave મકરન્દ દવે લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ આજના સમયમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વાંચનનો પર્યાય બની રહ્યો છે. માનવીના જીવનની ક્ષણભંગુરતાની વચ્ચે યોગી હરનાથ પાસેથી તેની મહિમાવંતું અમૃતગાન સાંભળવા મળે છે. જીવનના સૂર સાથે સંધાન કરી જીવનની દિવ્યતા પામવાના યંત્કિચિત પ્રયાસ સાથે કોઇ ચમત્કારના સાક્ષાત્કાર માટેની કોઇ ભૂમિકા નથી બતાવી. માનવીના આંતરિક ચૈતન્ય સાથે સંબંધ બાંધવાની વાત અહીં તેમના સાંનિધ્યમાં પામી શકાય છે. માનવી પોતને કઇ ઊંચાઇ સુધી જીવનને લઇ જઇ શકે, તેના મૂલ્યો, આધ્યાત્મિક વિકાસ, નૈતિક ઉન્નતિની સજાગતા માટે આપણે યોગીઓનું સાંનિધ્ય પામવું જરૂરી છે. યોગીજનોની સિદ્ધિઓ વિજ્ઞાનના ઝળહળાટ વચ્ચે પણ આપણા સનાતન આધ્યાત્મિક સત્યના શીતળ કિરણો માનવજાત માટે સાત્વિક ઊર્જા બની રહેશે. આવી અનુભૂતિ અને સંવાદ-સાધના માટે ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તકને ખરીદી વાંચો અને વંચાવો. માંગલિક યજ્ઞ-કાર્યોમાં સ્વજનોને પરિવારજનોમાં વહેંચો. |