Sinhpurush


Sinhpurush

Rs 1110.00


Product Code: 10476
Author: Doctor Sharad Thakar
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2023
Number of Pages: 416
Binding: Hard
ISBN: 9788190240895

Quantity

we ship worldwide including United States

Sinhpurush by Doctor Sharad Thakar

શરદ ઠાકર ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના અને ખૂબ જ લોકપ્રિય લેખક છે. અનેક લોકપ્રિય નવલકથા તેમણે આપી છે. સિંહપુરુષ એ ગુજરાતના સિંહપુરુષ સમા વ્યવક્તિત્વ પર આધારિત જીવંત નવલકથા છે. આ નવલકથા તેમની અન્ય નવલકથા કરતા બિલકુલ જુદી પડે છે. તેમની સરળ શૈલી અને રજૂઆત સિંહપુરુષ સમા વ્યક્તિત્વને વધારે નિખારે છે. આ સિંહપુરુષ કોણ છે એ જાણવા માટે તમારે આ નવલકથા વાંચવી જ રહી.

વીર સાવરકરની જિંદગી ઉપર આધારિત નવલકથા જે યુવાનો દેશભક્તિ અને સમાજકાર્ય સાથે જોડાયેલા છે, જે નાની ઉંમરે પણ સોશિયલ મીડિયાનું વ્યસન છોડીને, ઇતિહાસનું સેવન કરે છે એવી પેઢી તો ચોક્કસ આ વીરની વીરતાથી અવગત હશે, પણ બાકીની પેઢી માટે કદાચ આ નામ ક્રાન્તિકારીઓની યાદીમાં આવતાં એક નામથી વિશેષ કંઈ નહીં હોય ! માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે ડબલ જનમટીપની સજા વહોરનાર આ યુવાન સાવરકર આજના યુવાનોના આદર્શ હોવા જોઈએ. અહીં વાત હિંસાની નથી, હિંમતની છે. હિંમત અને તાકાત એમનામાંથી શીખવાની છે. જૂઠી વાતનો વિરોધ કરવાની શક્તિ એમનામાંથી શીખવાની છે. આફતો વચ્ચે કેમ જીવવું ? એ પણ સાવરકર શીખવે છે અને યુવાનીનો ખરો ઉદ્દેશ શું હોય ? એ પણ શીખવે છે. સાવરકરની જિંદગી જાણશો તો ખ્યાલ આવશે કે આ વીરે પોતાની આખી જિંદગી માતૃભૂમિને સમર્પિત કરી દીધી હતી. ગુજરાતના વિખ્યાત લેખક ડૉ. શરદ ઠાકરની તેજીલી કલમે ‘સાધના’માં સાવરકરના જીવન પર આધારિત નવલકથા ‘સિંહ પુરુષ’ પ્રકાશિત થઈ ચૂકી છે. જેના પાને પાને સાવરકરની ડણક અને પ્રેરણા પડઘાય છે ! સાવરકરની જિંદગી જ યુવાનો માટે એક આદર્શ પ્રેરણાપથ છે. બાળપણથી લઈને જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી એમણે જીવેલી જિંદગી યુવાનોને હિંમત, નીડરતા, દેશભક્તિ અને બીજા અનેક ગુણો શીખવે છે..... આવો એ જિંદગાની જાણીએ અને શીખ મેળવીએ...

Average Customer Rating:


1 Most useful customer reviews
jyoti sadanand namjoshi
Aug 11, 2013
fantastic book for young generation to know more about the great person like vir savarkarji.
Loading...Was the above review useful to you? Yes (3) / No (1)