Shu Khavu Shu Na Kahvu
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shu Khavu Shu Na Kahvu by Preeti Dave જુદા જુદા રોગો માટે ડાયેટ થેરેપી. ખોરાક યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે લઈએ તો શરીરને મજબૂતી અને સ્વસ્તથા આપતું "ટોનિક" બની રહે છે. આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી પ્રત્યેની સભાનતા ભૂતકાળમાં જોવા મળતી હતી તેના કરતા આજે વધુ આવશ્યક જણાય છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની બદલાયેલી પરિસ્થિતિમાં મેડિકલ સાયન્સમાં તથા જનસામાન્યમાં ફૂડ અને ન્યૂટ્રીશનનું મહત્ત્વ ખૂબ વ્યાપકપણે સ્વીકારાયેલું છે. કૃષિ યુનિવર્સિટી તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ પણ ફૂડ અને ન્યૂટ્રીશન સંબંધી શિક્ષણ આપીને મહત્ત્વની કામગીરી કરી રહી છે. પ્રસ્તુત પુસ્તકમાં સમાવિષ્ટ કરાયેલી સઘળી માહિતી જનસુખાકારીકની વૃદ્ધિમાં બહુ મોટું પ્રદાન કરશે. આ પુસ્તકમાં જે રીતે વૈજ્ઞાનિક માહિતીને લોકભોગ્ય અને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવાની મહેનત અને કાળજી લેવાયેલ છે તેનાથી ફૂડ અને ન્યૂટ્રીશનના વિદ્યાર્થીઓ, ડાયેટીશિયન્સ, મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા લોકો તથા જિજ્ઞાસુઓ એમ દરેકને પોતપોતાની જિજ્ઞાસા, જરૂરિયાતો અને મૂંઝવણનોનો ઉકેલ આ પુસ્તક મારફતે હાથવગો બનશે. પુસ્તક, વિષય નિષ્ણાત તથા તેજસ્વી કારકિર્દી અને આહાર અને પોષણક્ષેત્ર સાથે સંકળાયેલ યુવા લેખિકાની અથાગ મહેનતની ફળશ્રતુરૂપે નિષ્પન્ન થયેલું હોય સર્વથા આવકાર પામશે. |