Ramcharit Manas
Ramcharit Manas by Tulsidasji ગોસ્વામી તુલસીદાસજી વિરચિત રામચરિતમાનસ - અનેક પ્રસંગચિત્રો સાથેનું એકમાત્ર પુસ્તક ભક્તકવિ તુલસીદાસ કૃત રામચરિત માનસ અનુવાદક : રામનારાયણ નાગરદાસ પાઠક 'રામચરિત માનસ ' એ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર વારસાનું દિવ્ય-ભવ્ય ,ભાવમધુર -રમ્ય, ધ્રુવતારકની જેમ સદા માર્ગ ચીંધતું ઉદાત્ત પ્રતિક છે .સંતકવિ તુલસીદાસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જે ચરિત્ર અહીં ઉજાગર કર્યું છે તે રામ સદીઓથી ભારતીય જનમાનસમાં શિખરપુરુષ બની રહ્યા છે . મહર્ષિ વાલ્મિકીએ મહાપુરુષનું જીવન રચવાની ઈચ્છાથી દેવર્ષિ નારદને પૂછ્યું : 'આ લોકની અંદર સર્વગુણ સમ્પન્ન એવો પુરુષ કોણ છે ?' નારદે એ સમયના પુરુષોત્તમનો પરિચય આપ્યો . આદિકવિ વાલ્મિકીએ જગતની સમક્ષ એક મહામાનવનું સુભગ ચિત્ર રજુ કર્યું .લગભગ હાજર વર્ષ પહેલા વાલ્મીકિ રામાયણના રામ અવતારી પુરુષ તરીકે ભારતવાસીઓના હૃદયમાં સ્થાન મેળવી ચુક્યા હતા .તેથી આમજનતાની એ ભક્તિપૂર્વક ભાવના તમિલ ભાષાના મહાકવિ કંબને પોતાના મહાકાવ્યમાં અતિશય સુંદર રીતે ગુંથી લીધી . ત્યાર બાદ સંતકવિ તુલસીદાસે 'રામચરિત માનસ 'ની રચના કરી ,તેને ચારસો વર્ષ વીત્યા છતાં એ ગ્રંથ્ ભક્તીમાંર્ગનો સર્વોપરી ગ્રંથ છે .તુલસીકૃત 'રામચરિત માનસ ' ના મૂળ સાથેના બહુ થોડા અનુવાદો ગુજરાતીમાં પ્રાપ્ય છે અને તે પણ એટલા રસાળ નથી બની શક્યા ચોકસાઈથી કરેલો આ અનુવાદ રસાળ અને અસરકારક છે .કુલ પાંચ હજાર દોહા-ચોપાઈમાંથી વીણીને અઢી હજાર જેટલા દોહા-ચોપાઈ મૂળ ભાષાંતર કરીને અહીં મુક્યા છે અનુક્રમણિકા: 1. પ્રથમ સોપાન : બાલકાંડ 2. દ્વિતીય સોપાન :અયોધ્યાકાંડ 3. તૃત્ય સોપાન : અરણ્યકકાંડ 4. ચતુર્થ સોપાન : કીષીકંધાકાંડ 5. પંચમ સોપાન : સુંદરકાંડ 6. છઠું સોપાન : લંકાકાંડ 7. સાતમું સોપાન : ઉત્તરકાંડ |