Nar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Nar by Osho નર : The Book Of Man - ઓશો પુરુષ જગતમાં સતત ઝઝૂમ્યા કરતો હોય છે. આથી તેનું પુરુષત્વ ખતમ થઇ જાય છે.ઘેર આવે ત્યારે તે સ્ત્રી બનવા ઈચ્છે છે. પોતાના પૌરૂષીય આક્રમણથી તે વિરામ ઈચ્છે છે. ઓફિસમાં, ફેકટરીમાં, બજારમાં, રાજકારણમાં દરેક જગ્યાએ તે લડતો હોય રહે છે, ઝઝૂમ્યા કરે છે. ઘરમાં તે લડવા ઈચ્છતો નથી, તે ઈચ્છે છે આરામ, કારણકે આવતી કાલે પાછું એનું એ શરૂ થઇ જવાનું, તેથી ઘરમાં પ્રવેશ કરે એ ક્ષણે જ તે સ્ત્રૈણ બની જાય છે. જયારે દિવસ આખો સ્ત્રી સાથે ઝઘડનાર કોઈ હોતું નથી, તેથી તે સ્ત્રી જ બની રહે છે. સ્ત્રી રહીને...રસોડું અને બીજું બધું, બાળકો વગેરેથી તે કંટાળી જાય છે. તેને થોડા ઘણા આક્રમણનો, ઝઘડવાનો, ઠપકાનો આનંદ લેવો હોય છે, અને પતિ બિચારો હાજર હોય છે. તેથી તે સ્ત્રી બની જાય છે પુરુષ અને પુરુષ બને છે સ્ત્રી: કહ્યાગ્રરાપણાની બુનિયાદ આ છે. |