Mojili Vartao


Mojili Vartao

Rs 160.00


Product Code: 9553
Author: Jagruti Ramanuj
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2018
Number of Pages: 24
Binding: Soft
ISBN: 9789382779797

Quantity

we ship worldwide including United States

વીસમી સદીએ વિદાય લીધી છે. એકવીસમી સદીનો પ્રારંભ થયો છે. જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તૃત થતી જાય છે ત્યારે પણ બાળકોને બે વાનાં ખૂબ ગમે છે. એક રમવું, ભમવું અને બીજું વાર્તા. વાર્તા બાળકોને જ નહીં, મોટેરાંને પણ એટલી જ ગમે છે. સમય સાથે તાલ મિલાવીને જાગ્રત રીતે બાળસાહિત્યનું સર્જન થાય છે. બાળકો તેમજ કિશોરોમાં સંસ્કારનું સિંચન થાય તેવાં 'પંચતંત્ર', 'હિતોપદેશ', 'પુરાણકથા' આદિ કથાસમૃધ્દિનો અતિ સમૃદ્ધ્ અને ભવ્ય વારસો આપણને મળેલો છે.અને તે આજે પણ પહેલાંની માફક બાળકો, લેખકોને આકર્ષે છે. આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને પરંપરાથી તેઓ પરિચિત થાય તેવી બાલભોગ્ય સરલ શૈલીથી વાર્તાઓ લખી છે. આ પુસ્તકશ્રેણીમાં નવીનકોર વાર્તાઓ છે. અગાઉ જાણીતી થયેલ તથા ઓછી જાણીતી બોધકથા, પ્રાણીકથા, હાસ્યકથા, લોકકથા, ચાતુરીકથા,પુરાણકથાના વિષયને અનુરુપ બાલભોગ્ય તાજગીભરી ચિત્રસૃષ્ટિ રચી છે. આમાં બાળકો એક નવીન આનંદસૃષ્ટિમાં વિહરતાં કથારસમાં જરુરથી આનંદથી રસતરબોળ થઇ જશે ! સાથોસાથ જીવનનો અમૂલ્ય બોધપાઠ તો શીખી જશો જ. બાળકો સાચા ઉમકાથી આ સંસ્કારસિંચન કરતી મસ્ત મજાની વાર્તા શ્રેણી વધાવી લેશે તેની પૂરી શ્રદ્ધા છે.


There have been no reviews