Mari Ghazalo Maro Aswad by Rajesh Vyas
Mari Ghazalo... Maro Aswad by Rajesh Vyas. | Gazal In Gujarati. | Gujarati Gazals books by all popular writers available.મારી ગઝલો .... મારો આસ્વાદ .... લેખક રાજેશ વ્યાસઆ બધી ગઝલો હું જીવ્યો છું. અહીં તેના વિશે સંગ્રહમાં થોડીક વિગતે વાતો કરી છે. મારી અંદર એક વિશ્વ પ્રવાસી છે. જેના મનના કેમેરા દ્વારા જે ઝીલાયું છે એ અહીં લખાયું છે. ગુજરાતમાં, ભારતમાં, વિશ્વમાં ફર્યો છું ફરવું ગમે છે. દુનિયાનો કોઈ પ્રદેશ કે જગ્યા અજાણ્યા નથી લાગતા. પહેલી વાર પગ મૂકું છું છતાં જાણે એ સ્થળે, એ વિસ્તારમાં પાછલા જન્મે આવી ગયો હોઈશ એવું લાગ્યા કરે છે. દુનિયાભરના રસ્તાઓ ગમે છે. જેસલમેરના ને જર્મનીના રસ્તાને મેં સરખા ચાહ્યા છે. દુનિયાનો કોઈ દેશ પારકો નથી લાગતો અને એટલે જ રશિયામાં હોઉં અને સેન્ટ પીટર્સબર્ગમાં બેલીનોચના દિવસોમાં બધું જોતો હોઉં તો એમ લાગે છે કે આ બધું પહેલા જોઈ ચૂક્યો છું. હું રણઝણ્યો છું હું સમસમ્યો છું. સળગી ગયો છું ઝરણાની જેમ વહી ગયો છું. આ બધી વાતો આ સંગ્રહમાં છે. મને શ્રદ્ધા છે કે મારું આ પુસ્તક મારી આ ગઝલો મારી આ વાતો તમને ગમશે. સૌના આભાર સાથે આ પુસ્તકમાં પ્રવેશવા નિમંત્રણ પાઠવું છું. |