Kranti Beej
Kranti Beej by Osho Quotes from Osho "હું તો વાવી ચૂક્યો હવે તમે જ સંભાળજો, બીજ બીજ ન રહી જાય" સ્મરણ રહે કે વાદળાઓ જયારે પાણીથી ભરાઈ જાય છે, તો તેમને વરસવું પડે છે. અને ફૂલ જયારે સુવાસથી ભરાઈ જાય છે, તો તેમણે હવાઓને પોતાની સુગંધ લુટાવી દેવાની હોય છે. જયારે કોઈ દીવો બળે છે, તો તેમાંથી આલોક વહે જ છે. એવું જ કાઈક આ "ક્રાંતિબીજ " પુસ્તક માં કહેવામાં આવ્યું છે કે હવાઓ મારામાંથી લઇ જઈ રહી છે. મને કાઈ જ્ઞાત નથી કે એ ક્યાં ખેતરમાં પહોચશે, અને કોણ તેને સાચવશે. હું તો એટલું જ જાણું છું, તેનાથી જ મને જીવનના, અમૃતના, અને પ્રભુના ફૂલ ઉપલબ્ધ થાય છે. અને જે ખેતરમાં તે પડશે, ત્યાની જ માટી અમૃતના ફૂલોમાં પરિણત થઇ જશે. આ "ક્રાંતિબીજ" પુસ્તક ને પ્રેમ અને અમૃત દીવ્યના, ભાગવત ચૈતન્યના બીજના રૂપમાં વહેચી દેવા માં અવિયું છે. |