કાયદો! કાયદાને ન તો લાગણી છે ન કોઈ સાથે
સંબંધ છે. તેને સંબંધ છે માત્ર સાક્ષીઓ અને પુરાવા સાથે. ઘણા ગુનેગારો કાયદાની
છટકબારીમાંથી પૈસાના જોરે છટકી જાય છે અને તેમા તેમને મદદ કરે છે કેટલાક લોભી વકીલો.
સમાજમાં સડો પેદા કરતા આ ગુનેગારોને શું આજ રીતે છુટા કરવા દેવા? કાયદો શું માત્ર
બે પુઠા વચ્ચે રહેવા ઘડાયો છે? આવા ક્રાંતિકારી વિચાર સાથે ચાલી રહી છે ન્યાયાધીશોની
ઍક ખાનગી અદાલત. શું તેઓ ખરેખર સમાજનું રક્ષણ કરી રહ્યા છે?
Delivery:
Will
be send by Air Mail out of India & by courier within India.