Gujaratna Ghadvaiya by Makarand Mehta
ગુજરાતના સાહિત્યિક, સાંસ્ક્રુતિક, ધાર્મિક, આદ્યાત્મિક, રાજ્કિય, આર્થિક અને સામાજિક પાસાઓ વચ્ચે સંકલન કરી ગુજરાતનું ચારિત્ય ઘડતર કરનાર તેરથી ઓગણીસ સદીની તેજસ્વી વ્યક્તિઓ અને પરિબળોને સંકલિત કર બૌધિક, તર્કયુક્ત, સરળ, સંશોધાનાત્મક રજૂઆત દ્વારા રેશનલ, સેક્યુલર અને સમતાવદી મૂલ્યોને ઉજાગર કરતું પુસ્તક આ ગ્રંથ બે ભાગમાં છે. તેત્રીસ જેટલી વિવિધ ક્ષેત્રે કાઠું કાઢનાર, નવસર્જન કરનાર કે નવાચારી શરુઆત કરનાર વ્યક્તિઓના ચરિત્રની ઝાંખી કરાવવામાં આવી છે. એકત્રીસ પુરુષો અને બે સ્ત્રીઓના ચરિત્ર ચિત્રણ દ્વારા ગુજરાતનું ધ્યેય મુખર થાય છે. અનેક ક્ષેત્રને આવરી લઇ કોઇને કોઇ ક્ષેત્રે સક્રિય પ્રદાન કરનાર સાહસિક વ્યક્તિઓની સંઘર્ષ અને યશ- સિધ્ધિ ગાથા અહીં મોજૂદ છે.
આપણી વૈચારિક, અનુભવ મુલક કડીઓ જોડવાનું સહજ બને છે. ઇતિહાસને વિવિધ દ્રષ્ટિએ સમજવાની બારી ખોલી આપે છે. જાણે ઇતિહાસમાં ડોક્યું કરવા ગયા અને અક્ષર સાગરદર્શન થાય તેવી લાગણી આ પુસ્તકનો પ્રથમ ગ્રંથ વાંચતા થાય છે