Ghost Writer Part 1 & 2


Ghost Writer Part 1 & 2

Rs 1200.00


Product Code: 13676
Author: Varsha Pathak
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
Binding: Hard
ISBN: 9788184409888

Quantity

we ship worldwide including United States

Ghost Writer Part 1 & 2 By Varsha Pathak

ઘોસ્ટ રાઈટર ભાગ - 1 લેખક વર્ષા પાઠક

ઘોસ્ટ રાઇટર ગુજરાતી ભાષાના જાણિતા લેખિક શ્રી વર્ષા પાઠક દ્વારા લખવામાં આવેલી નવલકથા છે. અભિયાન મેગેઝિનમાં આ નવલકથા હપ્તાવાર છપાઈ ચૂકે છે અને લાખો ગુજરાતીઓ દ્વારા અઢળક પ્રેમ પામી ચૂકી છે. હવે આ નવલકથા પુસ્તકરૃપે આવી રહી છે, ત્યારે અચૂક વાંચવા જેવી આ કૃતિ કોઈ પણ નવલકથાના રસિયાઓને પ્રિય થઈ પડશે તેમાં કોઈ બે મત નથી.

જિંદગીના તણાવાણા ગૂંથતી આ નવલકથા બે ભાગમાં વહેંચાયેલી છે. અંધેરી આલમના રાજા અને સામાન્ય માણસની સાથે જોડાયેલી આ કથા ધીમા પ્રવાહે આગળ વધે છે, પણ તમને દરેક પાને તે ઉતેજના પૂરી પાડશે તેમાં કોઈ બે મત નથી. આ કથામાં તમને પ્રેમ, થ્રીલર, સંબંધો અને મનની અનેક આંટીઘૂટીઓ પણ વાંચવા મળશે. જબરદસ્ત એક્શન થ્રીલર અને સસ્પેન્સ કહી શકાય તેવી આ નવલકથા ખરેખર વાંચવા જેવી છે. નવલકથાઓના રસિયાઓને તો આ નવલકથા એક અદભુત ખજાના જેવી લાગશે. આ ખજાનાને હાથવગો રાખવા જેવો છે.
 
પ્રેમ, લાગણી અને સ્નેહની સાથે સાથે ખુનામરકી અને અણધારી આલમની આ કથા તમને એક જુદી જ દુનિયામાં લઇ જશે. પાને પાને કુતુહલ અને રોમાંચ જગવતી આ કથા તમને અવશ્ય વાંચવી ગમશે જ અને આપણા મિત્રોમાં પણ જે નવલકથા વાંચનના રસિયા છે તેમણે પણ આ કથા વાંચવા આપ પ્રેરશો તે પણ એટલી જ સાચી વાત છે.
 
વર્ષા પાઠકની આ નવલકથા વાંચવા જેવી છે. તેમની જિંદગીને જોવાને અને પાત્રોને આલેખવાની રીત ખૂબ નિરાળી છે. તેમણે આ નવલકથામાં પોતાની આગવી શૈલી અપનાવીને નવલકથાને નવો નિખાર આપ્યો છે. આ કથામાં ડોન અને તેના સાગરિત મારુતિનું પાત્ર અદભુત રીતે ઉપસી આવ્યું છે.

There have been no reviews