Ayurvediya Garbh Sanskar - Gujarati Edition


Ayurvediya Garbh Sanskar - Gujarati Edition

Rs 2450.00


Product Code: 11522
Delivery: Generally dispatched in 5 to 7 working days time.
Publication Year: 2021
Number of Pages: 255
Binding: hard
ISBN: 9789380571751

Quantity

we ship worldwide including United States

Ayurvediya Garbh Sanskar - Gujarati Edition by Doctor Balaji Tambe

લગ્ન થયા પછી થોડા જ સમયમાં વિચાર આવે છે કે હવે પારણું ક્યારે બંધાશે ? ગર્ભધારણમાં ભલે સમય લાગે, પણ પૂર્વતૈયારી કર્યા વિના ગર્ભધારણની અપેક્ષા રાખવી નહી ! ગર્ભધારણની તૈયારી કેવી રીતે કરવી ? અનુભવસિદ્ધ માર્ગદર્શન ક્યાંથી મેળવવું ? ગર્ભ પર કયારે, કેવી રીતે અને કેવા સંસ્કાર કરવા ? બાળકના જન્મ પછી કેવા સંસ્કાર કરવા આ બધી બાબતનું સચોટ અને સમૃદ્ધ માર્ગદર્શન પ્રસ્તુત છે- ડો.શ્રી બાલાજી તાંબેના શબ્દોમાં……
 
આયુર્વેદની ચાર દશકાની સાધના પછી ડો. શ્રી તાંબે એવા મત પર આવ્યા છે કે માનવના જીવનમાં આવી પડતી આધી, વ્યાધી અને ઉપાધી પાછળ એની જીવનશૈલી જેટલી હદે કારણભૂત છે એટલી હદે જ કદાચ એ ગર્ભમાં હતો ત્યારની એની એના માં – બાપની શારીરિક અને માનસિક પ્રકૃતિ જવાબદાર હોય શકે.
 
ગર્ભસંસ્કાર એ ભારતીય સંસ્કૃતિમાં છુપાયેલું એક મીઠું રહસ્ય છે. આ જ્ઞાન જેટલા કુટુંબ, જેટલા તરુણ-તરુણીઓ સમજી લેશે એટલી ભાવી પેઢી વિચારવંત, સુસંસ્કૃત અને સુદ્રઢ થશે. ‘ આયુર્વેદીય ગર્ભસંસ્કાર’ એ ગ્રંથ ફક્ત વૈચારિક ચિંતનની ઊપજ નથી. પણ તેને અનુભવસિદ્ધતાનું મોટું પીઠબળ છે.
 
આ પુસ્તકમાં સ્ત્રી- પુરુષના, માતા-પિતાના, એમના સગાનાં, કુટુંબના, ગર્ભના, ગર્ભના વિકાસના અને પ્રસુતિ પછી બાળઉછેરના એવા અનેક પાસાના એટલા ઊંડા વિચાર માર્ગદર્શન રૂપે આપવામાં આવ્યા છે કે વાંચનાર કોઈપણ ચકિત થઇ જાય.
 
 
 
 
પૂર્વ તૈયારી ગર્ભધારણની …….
 
ભાવી પેઢીના બુદ્ધિમાન અને આરોગ્યસંપન્નના નિર્માણ માટે ગર્ભસંસ્કાર આવશ્યક છે. એની સાથે જ ગર્ભધારણનો નિર્ણય કરતા પહેલાં એ માટેની યોગ્ય વય કઈ છે, પતિ-પત્નીએ ગર્ભધારણની માનસિક તૈયારી કેવી રીતે કરવી, બીજ્શુદ્ધિ કઈ રીતે કરવી જેવા અનેક આનુંષગિક વિષયની જાણકારી રાખવાનું આવશ્યક છે.
 
    માતાની જીવનશૈલી, પોતાનો પ્રારબ્ધ, માતા-પિતાના ગુણદોષ અને ગર્ભાવસ્થા દરમ્યાનના ઉપચારના એકત્રિત પરિણામથી બાળકનો જન્મ થાય છે.
 
    ધ્વનિના માધ્યમથી આદર્શ ગર્ભસંસ્કાર પ્રભાવીપણે થઇ શકે છે.
 
    હોશિયાર, નિરોગી અને સંસ્કારસંપન્ન બાળક મેળવવા માટે માં-બાપે થોડો સમય ફાળવવો પડે છે.
 
    ગર્ભસંસ્કાર સ્ત્રી દ્વારા ગર્ભ સુધી પહોંચે છે અને એમાં પતિનો મોટો સહભાગ હોય છે.
 
    બુદ્ધિમાન, સંપન્ન અને પ્રગતિશીલ પેઢીનું નિર્માણ કરવા માટે ‘ગર્ભસંસ્કાર’ જ એક માત્ર પર્યાય છે!
 
 
અનુક્રમણિકા
 
    ગર્ભધારણની પૂર્વતૈયારી…….
 
    સારસંભાળ ગર્ભવતીની……
 
    સારસંભાળ ગર્ભની…..
 
    સારસંભાળ પ્રસુતાની…
 
    ઉછેર શિશુનો……
 
ડો.શ્રી બાલાજી તાંબે વિશે.. આયુર્વેદનું મહત્વ સમજીને અને એનો ઉંડો અભ્યાસ કરીને માનવજાતના કલ્યાણ માટે ઔષધિય વનસ્પતિ અને વિશિષ્ટ ઉપચાર પદ્ધતિને અસરકારક રીતે અમલમાં મુકનારા ગણતરીના નિષ્ણાતોમાં ડો. શ્રી બાલાજી તાંબેનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. આહાર હોય કે યોગ, આધ્યાત્મ હોય કે સંગીત, એ આયુર્વેદના અવિભાજ્ય અંગ કેવી રીતે છે એ ડો. શ્રી બાલાજી તાંબેની રસાળ શૈલીમાં સાંભળવું કે વાંચવું એ પણ અહોભાગ્ય છે.

There have been no reviews