છેલ્લા ત્રણસો - સાડા ત્રણસો વર્ષોમાં વિજ્ઞાને જે સિદ્ધિઓ મેળવી તે અદભુત છે. બાહ્ય ઉપકરણોથી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં તે હજુય નવી નવી સિદ્ધિઓ મેળવતું રહેશે. પરંતુ વિજ્ઞાન જ્યારે માનવ ચેતનાની, જ્ઞાન મેળવવાની મનુષ્યની પોતની શક્તિઓને યોગના ઉપયોગ દ્વારા અનેકગણી વધારી દઈ શકશે, ત્યારે વિજ્ઞાનની આજની સિદ્ધિઓ સાવ વામણી લાગે તેવું જ્ઞાન એને લાંઘશે એવી વિચારધારાને આગળ વધારતા લેખક વધુમાં જણાવે છે ; અત્યારે આપણને હજી અમુક ઘટનાઓ ને પ્રક્રિયાઓ પાછળનું તર્કશાસ્ત્ર એટલે કે કર્યકારણ સંબંધ સમજાતો નથી, પણ અનુભવાય છે. વિજ્ઞાનનું કામ છે કે પહેલાં અનુભવોને નોંધે, ચકાસે. પછી તેની પાછળનાં કારણોને સમજવાનો પ્રયત્ન કરે અને નિયમો તારવે આના ઉદાહરણ રૂપે સોવિયેટ રશિયા તથા પશ્ચિમના દેશોમાં ઈન્દ્રિયાતીત સંવેદનના ક્ષેત્રમાં થતા સંશોધનનો ઉલ્લેખ કરે છે લેખક આના સંદર્ભમાં યોગ પરંપરાને ફરી સજીવન કરવા પર ભાર મૂકે છે. સ્થૂળ પ્રમાણોથી પર એવું એક ભાવજગત છે એમ જણાવી સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાક્ષાત અનુભૂતિનો વિસ્તૃત ઉલ્લેખ કરે છે. માનવમનની ગૂઢ ચૈતસિક શક્તિઓના વિશે જણાવતાં અમેરિકાના જોહન એચ. નેલ્સન, સ્ટ્રૈસબર્ગના વિજ્ઞાની માઈકલ ગોકેલિન હોલેન્ડના પીટર હર્કોસ અને ગેરાર્ડ ક્રોઈસેટ જેવાનો વિગતે ઉલ્લેખ કર્યો છે. ઉડતી રકાબી વિષે વિગતવાર અહેવાલ આપ્યો છે. સમગ્ર પુસ્તક ઘણી નવી દિશાઓનો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા આધાર આપે છે.
-25%
Details
Product Code
262
Price:
INR 525.00 (US$ 12.55)
Options
Quantity
Unfortunately, This product is OUT OF STOCK or this book is OUT OF PRINT at the moment.
For more info kindly contact us.