Aapno Varso Ane Vaibhav by Manubhai Pancholi
આપણો વારસો અને વૈભવ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી આપતું આધારભૂત પુસ્તક છે.
લગભગ પાંચ હજાર વર્ષોનો માનવજાતે જે વારસો મૂકયો છે. તેની રજુઆત, ભારત સાથે સંબંધ ધરાવતી ઘટનાઓ આ પુસ્તકમાં રજુ થઈ છે. લોકજીવનનાં બધાં પાસાંઓનો તેમનો ઉંડો અભ્યાસ હતો. જેનુ સુંદર સંકલન આ પુસ્તકમાં થયુ છે. ભારતની સંસ્કૃતિનો ઈતિહાસ વર્ણવતું આ એક દુર્લભ પુસ્તક છે.
આર્યો અને અનાર્યોનું મિલન, તેમની વચ્ચેનો સંઘર્ષ સમન્વય વગેરેનું સુરેખ વર્ણન છે. રામાયણ અને મહાભારતના ગ્રંથોનું વિવેચન પણ ખાસ ધ્યાન ખેંચે એવું છે. આ ઉપરાંત જૈન અને બૌદ્ધ ધર્મનું સરળ ભાષામાં દર્શન કરવ્યું છે. ભાતરની પ્રાચીન રાજકીય, ધાર્મિક અને આર્થિક જીવનની માહિતી વર્ણવી છે.
હિંદનો પ્રાચીન વારસો જે હિંદ બહાર એશિયા ખંડના ખૂણે ખૂણે પ્રસાર થયો છે. તેનું સુંદર વર્ણન કર્યું છે.