Aadu
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Aadu By Rasiklal Parikh આદુ લેખક રસિકલાલ પરીખ સૈકાઓ જૂનું આયુર્વેદનું અપ્રિતમ રસાયણ આદુ રોજ તાજા નવા કોષ બનાવનાર દીપન,પાચન મહાઔષધ જીભ અને ગળાને સુરક્ષિત કરનાર શ્રેષ્ઠ ઔષધ। ઘણાં રોગનો અક્સીર ઉપાય છે આદુ, જાણી લો આદુ અગ્નિને પ્રદીપ કરનાર, વાયુ તથા કફનો નાશ કરનાર, તીખો, ઉષ્ણ, ભારી, રૂક્ષ, હૃદય તથા આમવાતમાં હિતકારી છે. તેનો રસ તથા પાક મઘુર, શીતળ, તીખો છે પરંતુ હૃદય માટે લાભકારી છે. તે રૂચિને ઉત્પનન કરનાર છે. આ આદુ ફક્ત ચામાં જ નથી વપરાતું તેનાં આયુર્વેદિક ઉપાયો જાણશો તો ખબર પડશે કે આયુર્વેદ અનુસાર તે તબિયતનો સાથી છે. આદુમાં અનેક એવા ગુણ છે જેથી તેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આદુ પાચન તંત્ર માટે અને કબજીયાત જેવી બીમારીઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આજે નજર કરીયે આદુના એવા જ ગજબના ફાયદા પર.. - આદુ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ખરેખર તે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. કેન્સરમાં પણ આદુ એક ઉપાય છે ખાસ તો ઓવેરિયન કેન્સરમાં આ વધારે અસરદાર છે. - કેન્સરમાં પણ આદુ એક ઉપાય છે ખાસ તો ઓવેરિયન કેન્સરમાં આ વધારે અસરદાર છે. - ગરમ તાસીર હોવાને કારણે આદુ હંમેશાથી શરદી-કફમાં સારામા સારી દવા માનવામાં આવે છે. ચા સાથે ઉકાળીને કે મધ સાથે આદુ લેવાથી શરદીમાં બહુ ફાયદો થાય છે. - રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો ખાવાથી ખૂબસૂરતી વધે છે. સાથે જ આદુ હૃદયના ધબકારાની બીમારીમાં પણ ઉપયોગી સાબિત થાય છે. - આદુ ખાવાથી મોંના હાનિકારક કીટાણુંઓ પણ મરી જાય છે. આ શરીરમાં જઈને આપણા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છે. - આદુનો એક ટુકડો આગમાં સેકી તેને ચૂસવાથી અંદર જમા કફ નીકળી જાય છે અને શરદી ઉધરસમાં રાહત રહે છે. - બહુ ઓછા લોકો જાણે છે કે આદુ એક પ્રાકૃતિક પેઈન કિલર છે, આ માટે તેને આર્થરાઈટિસ અને બીજી બીમારીઓમાં ઉપચાર માટે વાપરવામાં આવે છે. - જો આદુને ભોજન પહેલા સંચળ સાથે મિક્ષ કરી ખાવામાં આવે તો ભૂખ વધી જાય છે. તેનાથી પેટમાં ગેસ બનતો નથી અને શૌચમાં શુદ્ધિ થાય છે. - સૂંઠ, હીંગ તથા કાળા મરીના ભૂક્કાને મિક્ષ કરી લેવાથી પેટમાં ગેસ દૂર થાય છે. સતત હેડકી આવતી હોય તો આદુના નાના-નાના ટુકડા ચુસવાથી હેડકી બંધ થાય છે. - યુવાન અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ખાવ. આનાથી ચહેરા પરની કરચલી દૂર થાય છે. - સૂકાવેલો આદુ અથવા તેનો પાવડરનું સેવન કરવાથી સાંધામાં થતા સોજા અને દુ:ખાવાથી મુક્તિ મળે છે. - મોઢાની દુર્ગંધ દૂર કરવા એક ગ્લાસ સહન થાય તેટલા ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ નાખી કોગળા કરવાથી દુર્ગંધ દૂર થાય છે. - આદુનો રસ હૃદયની કાર્યમક્ષમતાને વધારે છે. આદુનો રસ તથા પાણી સરખા ભાગે લઈ પીવાથી હૃદયની ધીમી ગતિમાં ફાયદો કરે છે. - શ્વાસ અને દમની તકલીફ હોય તો દિવસમાં બે વખત એક-એક નાની ચમચી આદુનો રસ મધ નાખીને પીવો. લાંબો વખત આ પ્રયોગ ચાલુ રાખવાથી ચોક્કસ ફાયદો થાય છે. |