Positive Soch Life Ma Moj


Positive Soch Life Ma Moj

New

Rs 370.00


Product Code: 19293
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 110
Binding: Soft
ISBN: 9789395339667

Quantity

we ship worldwide including United States

Positive Soch Life Ma Moj by Kuldipsingh Kaler | Gujarati Poem book

પોઝીટીવ સોચ લાઈફમાં મોજ - લેખક : કુલદીપસિંઘ કલેર 

જીવનમાં મને જેટલા તીવ્ર નૅગેટિવ અનુભવ થયા એટલી જ ધાર મારી પોઝિટિવ કવિતાઓની વધતી ગઈ. જીવનમાંથી હંમેશાં માટે નકારાત્મકતાને મિટાવી દેવા માટે થતી દરેક પ્રાર્થના અર્થહીન છે. નકારાત્મકતાની કિંમત સમજો, જેમ બફારા વગર વરસાદ શક્ય નથી, તેમ નકારાત્મકતા વગર સકારાત્મકતાનો જન્મ પણ શક્ય નથી.

નકારાત્મકતાને સમજવાનો પ્રયાસ કરો. મનમાં દુખ, ઉદાસી, ગમ કે હતાશા આવે ત્યારે એમનાથી દૂર ન ભાગો. એમની આંખમાં આંખ પરોવી સામી છાતીએ ઊભા રહો. એમનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરો. એ કેમ તમારા જીવનમાં આવ્યા? એના કારણ પોતાની જાતને પૂછો. વિશ્વાસ રાખો તમને જવાબ મળશે. તમારી ભીતરથી જ તમને તમારા દુ:ખ, ઉદાસી, ગમ અને હતાશાથી બહાર આવવાનો રસ્તો મળશે.

જ્યારે જ્યારે નકારાત્મક ઊર્જા મારા મન પર કબજો કરવા આવી ત્યારે ત્યારે મેં મારા મન સાથે કરેલા સંવાદ અહીં આ પુસ્તકમાં તમારી સમક્ષ મૂકી રહ્યો છું. મને આશા છે કે મારા મનની આ વાતોમાંથી તમને તમારા મન સુધી પહોંચવાનો રસ્તો મળશે.

- કુલદીપ સિંઘ કલેર (પોઝિટિન પાજી)

 


There have been no reviews