Kshan Pratikshan Part 1 - 2


Kshan Pratikshan Part 1 - 2

Rs 1440.00


Product Code: 18277
Author: Shishir Ramavat
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 680
Binding: Hard
ISBN: 9788184401691 , 978818440586

Quantity

we ship worldwide including United States

Kshan Pratikshan Part 1 - 2 by Shishir Ramavat | Gujarati futuristic suspense novel book about the thriller story of a RAW agent.

ક્ષણ પ્રતિક્ષણ ભાગ ૧ - ૨ - લેખક : શિશિર રામાવત 

કલ્પના કરો કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચે પાતળી પટ્ટીની જેમ ખેંચાયેલો સિર ક્રીકના વિવાદાસ્પદ દરિયાના તળમાં કુબેરના ભંડાર જેવો ખજાનો છૂપાયેલો છે. આ ખજાનો એટલે એક અત્યંત દુર્લભ અને દુનિયાથી બિલકુલ અજાણી ખનીજધાતુ. એ જો ભારતના હાથમાં આવી જાય તો દેશના અર્થતંત્રનું આખું ચિત્ર ઝળહળતું થઈ જાય. 
 
...અને એક પ્રાંત છે, જેની જનતા લશ્કરી શાસનના જુલમ નીચે કચડાઈ ગઈ છે. સતત ખોફ નીચે જીવતી આ લાચાર પ્રજા સ્વતંત્ર થવા માટે તરફડી રહી છે. એને આશા છે સક્ષમ પાડોશી પ્રજાતંત્રના વડા પર. જો એ હાથ ઝાલે તો આ શોષિત પ્રજા આઝાદીનો શ્વાસ લઈ શકે.       
 
શું આ બન્ને સંભાવનાઓ વાસ્તવિકતામાં પરિણમી શકશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમારે ‘ક્ષણ-પ્રતિક્ષણ’ વાંચવી પડે. આ ફ્યુચરિસ્ટિક નવલકથાના પાને-પાને અને પ્રકરણે-પ્રકરણે ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, આંતરરાષ્ટ્રીય રાજકારણના આટાપાટા, આતંકવાદના અગનખેલ અને માનવીય સંબંધોનાં મેઘધનુષ્ય ઊઘડતાં જાય છે. આ થ્રિલર વાચકના હૃદયના ધબકાર વધારી દે છે. જોમ અને લગન સાથે પોતાના ભાગે આવેલું કાર્ય પૂરી સજ્જતાથી પાર પાડતાં તેનાં કિરદારો વાચકનાં મન-હૃદયમાં રોમાંચની તીવ્ર લાગણી ભરી દે છે. ‘રૉ’ના બાહોશ ઑફિસર વિવાનના સાહસો, કંઇકેટલાંય રહસ્યોને પોતાના દિલ-દિમાગમાં ધરબીને બેઠેલી શલાકાની ચેષ્ટાઓ અને દેશના અતિ વિવાદસ્પદ વડાપ્રધાનના દાવપેચ શું સિક્રેટ મિશનને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકશે? આ તમામ ઘટના-પ્રસંગોને શિશિર રામાવતની અલ્ટ્રામૉડર્ન શૈલીમાં લખાયેલી નવલકથા ‘ક્ષણ પ્રતિક્ષણ’માં માણો. આજે જ આ પુસ્તક ખરીદો.


There have been no reviews