Krushna Nu Modern Management


Krushna Nu Modern Management

Rs 250.00


Product Code: 18058
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 108
Binding: Soft
ISBN: 9789390298174

Quantity

we ship worldwide including United States

Krushna Nu Modern Management by Tirthak Rana | It can be said that the first management guru of the earth was Shri Krishna. The knowledge he imparts in the Shrimad Bhagavad Gita shows the right path in every question, confusion and situation of life.

કૃષ્ણ નું મોર્ડન મેનેજમેન્ટ - લેખક : તિર્થક રાણા

સુખની કિંમત કેટલી હોઈ શકે?

નિષ્ફળતાઓના કેટલાં પુરાવા આપવાના હોય?

મા-બાપ બનવાના કોઈ ટ્યૂશન ક્લાસ હોય?

વડીલો - નડતરરૂપ પથ્થર હોય કે સાચા માર્ગદર્શકો?


મનગમતી નોકરી મળે જ નહીં તો?

તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા?

આજની વાઈબ્રન્ટ Lifestyleમાં આવાં અનેક પ્રશ્નો સૌને મૂંઝવતા હોય છે અને આ પ્રશ્નોના ઉકેલ ન મળે ત્યાં સુધી સૌની જીવનનૌકા હાલકડોલક થયા કરતી રહે છે.

કહેવું હોય તો કહી શકાય કે પૃશ્વીના સૌથી પહેલાં મૅનેજમૅન્ટ ગુરુ શ્રી કૃષ્ણ હતા. તેમણે શ્રીમદ્ ભગવદગીતામાં આપેલું જ્ઞાન એ જીવનના દરેક પ્રશ્નો, મૂંઝવણો અને પરિસ્થિતિઓમાં સાચો રસ્તો બતાવનારું છે. સદીઓ પહેલાં કહેવાયેલી એ વાતો Modern સ્વરૂપમાં અહીં રજૂ કરવામાં આવી છે. તમારા

જીવનમાં તમે જે સ્થિરતા શોધી રહ્યાં છો તે તમને અહીંથી મળશે.

How much can happiness cost?

How much evidence of failures is to be given?

Is there a tuition class for parents?

Elders - Stumbling blocks or true guides?

What if you can't find your favorite job?

When was the last time you met yourself?

In today's vibrant lifestyle, many such questions are confusing to everyone and until these questions are resolved, everyone's lifeboats continue to fluctuate.

In other words, it can be said that the first management guru of the world was Shri Krishna. The knowledge he imparts in the Shrimad Bhagavad Gita shows the right path in every question, confusion and situation of life. The stories told centuries ago are presented here in modern form. Your

You will find the stability you are looking for in life here.

Average Customer Rating:


1 Most useful customer reviews
Vishnu Chevli
Dec 12, 2020
કૃષ્ણનું મોર્ડન મેનેજમેન્ટ એક નાનું પણ પ્રેરણાદાયી અને રસપ્રદ પુસ્તક છે. મારી વાત કરું તો મારે ઘરે આવેલા કાકી જે પંદર-વીસ મિનિટ બેઠા તેઓ પણ કહી ગયા કે તારું વંચાય જાય તો મને આપજે. મને આ પુસ્તકમાં રસ પડ્યો છે. આમ પણ અનુભવે હું એટલું જરૂર કહી શકું કે જે પુસ્તક શરૂની દસ મિનિટમાં રસ ન જગાવી શકે એ પુસ્તક પછી આગળ વાંચો તો પણ કંટાળો જ પ્રદાન કરે છે.

કૃષ્ણને સમજવા આજની પેઢીને એમની ભાષામાં સમજાવવા પડે છે, જે કામ તિર્થક રાણાએ સુપેરે કર્યું છે. રોજિંદી વાતોને, ઘટનાઓને જીવન સાથે જોડી જો ઉદાહરણ આપવામાં આવે તો વાત ઘીથી લચપચતા શીરાની જેમ ગળે ઉતારાવી શકાય. આ પુસ્તક બસ એ રોજિંદી ઘટનાઓ, વાતો, નિર્ણયોને કૃષ્ણનાં ત્રાજવે તોળી આ આધુનિક સમયમાં કૃષ્ણ હોત તો એ શું કરત કે આ સંદર્ભમાં કૃષ્ણનો શો અભિગમ કે ઉપદેશ હોત એ વિષે વાત કરે છે. તિર્થક રાણાનું પુસ્તક પણ આ જ સમજાવવાની અને તેમના ઉપદેશો આજના જીવનમાં કેટલા અને કેમ પ્રસ્તુત બની શકે એ માટેનો પ્રયત્ન કરે છે.

આજના કળિયુગમાં બધાં દેવોને સમજવા કે પૂજવા અઘરાં લાગે છે. પણ કૃષ્ણને તમે સારી સમજી શકો એટલે જ તેને પૂજવા સરળ થઇ જાય છે. એ કોઈ ચાલુ ચીલે ચાલ્યા જ નથી. એ અંતરથી બળવાખોર છે અને એટલે જ કદાચ આપણને સૌને એ અત્યંત પ્રિય છે.

દરેક લેખના અંતે મૂકાયેલ ‘ખળભળાટ’ એ ઉત્તમ વન લાઈનરનો સમૂહ છે. વન લાઈનર એ જમ્યા પછીનો મુખવાસ છે જે ચગળવાનો ગમે છે. રાણા સાહેબના આ વન લાઈનર ખરેખર ખૂબ સરસ છે. આ ઉપરાંત, મને વ્યક્તિગત રીતે ગમેલી ટિટોડીનાં બચ્ચાનાં સંદર્ભમાં લખાયેલી વાત કે બધી વિષમતાઓ વચ્ચે ‘એ’ જેને બચાવવા ચાહે તેને બચાવે જ છે અને એ જેનો વિનાશ નિશ્ચિત કરે તેનો વિલય નક્કી જ છે. આ ‘આ’ એટલે ભગવાન નહીં પણ તમારાં અંદર રહેલો તમારો અંતરાત્મા. લેખકનાં શબ્દોમાં, “જીવમાત્રનાં અંતરમાં રહેલો આત્મવિશ્વાસ.”

કર્મ વિષેની વાત લેખકે એક યા બીજી રીતે દરેક લેખમાં કરી છે. કર્મયજ્ઞ પેટાવવો એ જ આજના સમયનો તકાદો છે. અને લેખકના શબ્દોમાં જ કહીએ તો “ભગવાન પાસે દયાની ભીખ માંગવા કરવા અથાક કર્મોની બંદગી તેને વધુ પસંદ છે.”
Loading...Was the above review useful to you? Yes (1) / No (0)