Keval Mari Aankhoma


Keval Mari Aankhoma

Rs 800.00


Product Code: 19213
Author: Avaneesh Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 364
Binding: Soft
ISBN: 9788119132263

Quantity

we ship worldwide including United States

Keval Mari Aankhoma by Avneesh Bhatt | Gujarati novel book.

કેવળ મારી આંખોમાં - લેખક : અવનીશ ભટ્ટ 

શહેરી મધ્યવર્ગની કપરી વાસ્તિવિક્તા પોતીકી ઓળખની પ્રાપ્તિ નો સંઘર્ષ. 

                 અવનીશ ભટ્ટની નવલકથા `કેવળ મારી આંખોમાં વિષયના બંધનમાં બાંધવી મુશ્કેલ છે. નથી એ માત્ર સબંધોની વાત, નથી એ માત્ર શિક્ષણક્ષેત્રમાં ફેલાયેલા પૂર્વગ્રહો વિશેનો કોઈ વિસ્તાર, નથી આ નવલ મધ્યમવર્ગની મુશ્કેલીઓ પર કેન્દ્રિત. માટે જ આ નવલકથાને ઓળખ સ્થાપવાનો સંઘર્ષ કહી શકાય. સંબંધો થકી, ભણતર થકી, કોઈ સાહસ થકી, પોતાની સ્વાભાવિક પરિસ્થિતિને ઉકેલી પાર થવાની યાત્રા થકી જાતની ઓળખ. ગુજરાતી નવલકથામાં બાપ-દીકરાના સંબંધની ગૂંવચણને દર્શાવતી આ વિશેષ નવલકથા છે. દીકરાના વ્યક્તિત્વને સતત લલકારતો બાપ દીકરાના જીવનને કલ્પના ન કરી હોય એવો આકાર આપે છે.
દુષ્ટતા કેવી હોય? કપટનો સ્વભાવ કેવો હોય? એમને શીંગડાં-પૂંછડા હોય?
                        આપણી વચ્ચે દેખીતા સરળ અને સામાન્ય નોકરી કરતા, છાપું વાંચતા, સજ્જન દેખાતા, ધીમે અવાજે સાહિત્યની વાતો કરતા માણસો અતિશય કપટી હોઈ શકે, પણ આપણને અંદેશો પણ ન આવે. નવલકથાનું અન્ય પાસું છે કિશોરવયના છોકરા પર થતા અત્યાચાર. છોકરીઓ પર થતા દુરાચાર જાણીતા છે; એના વિશે છાપામાં પણ ઘણું આવતું હોય છે; પણ કિશોરવયના છોકરા વાસનાનો ભોગ બનતા હોય છે – એ વાત જાણીતી નથી.કેવળ મારી આંખોમાં વિસ્તૃત વાર્તા છે અને વિવિધ પાસાંને સ્પર્શે છે. સર્વસામાન્ય વિષયોને કોરાણે મૂકતી કથા વાંચતા વર્ગને લેખકની પહેલી નવલકથા ‘મા ફલેષુ’ ગમી હતી. એવા જ ભાવક વર્ગ માટે અવનીશ ભટ્ટની આ બીજી નવલ.


There have been no reviews