Dr. Babasaheb Aambedkar Rashtranirman Ma Yogdan
Dr. Babasaheb Aambedkar Rashtranirman Ma Yogdan by Kishore Makwana | Contribution to nation building by Dr. Babasaheb Aambedkar | Gujarati book on Baba Saheb Ambedkarડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રનિર્માણ મા યોગદાનમારું મન આપણા દેશના ભાવિથી એટલું બધું ભરેલું છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સ્વતંત્ર દેશ હશે. એની સ્વતંત્રતાને શું થશે ? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે ફરી ગુમાવશે ? મારા મનમાં આવતો આ પ્રથમ વિચાર છે. ભારત કદી સ્વતંત્ર દેશ હતો નહિ એવું નથી. મુદ્દો એ એ છે કે એણે એક વાર પોતાની સ્વતંત્રતા ગુમાવી છે. શું તે બીજી વાર ગુમાવશે? આ જ વિચાર મને ભવિષ્ય માટે અત્યંત ચિંતાતુર બનાવે છે. ભારતે પહેલાં એકવાર પોતાની સ્વતંત્રતા એના પોતાના કેટલાંક લોકોની ગદ્દારી અને વિશ્વાસઘાતને લીધે ગુમાવી એ હકીકત મને ખૂબ અસ્વસ્થ બનાવે છે. મહંમદ બિન-કાસીમની સિંધ પરની ચઢાઈમાં - ૫ નવેમ્બર ૧૯૪૯, બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રવચન |